ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.1
વિનર્સ ગરબા કલાસીસ સંચાલકની આગેવાનીમાં મોરબીના ગરબા ક્લાસિસના સંચાલકોએ જિલ્લા કલેકટર અને એસપીને આવેદન આપી રજુઆત કરી હતી કે, ગત તા.29 જુલાઈના રોજ રાત્રીના સમયે કેટલાક તત્વો બળજબરીથી ગરબા કલાસીસ બંધ કરાવવા આવ્યા હતા, ગરબા કલાસીસ બંધ કરાવવા દબાણ કર્યાનું જણાવી આ બાબતે નો સરકારનો કોઈ પરિપત્ર છે કે મોરબી પૂરતો જ આ કાયદો છે.
આ ગરબા શીખવા આવતી બહેન દીકરીઓના આઈડી પ્રુફ લેવામાં આવે છે. આથી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું. કલાસીસોમાં અમુક ટોળાએ તમે બહેન દીકરીઓને બગાડો છો, આ ડાન્સ કલાસીસથી સંસ્કૃતિનો લોપ થાય છે તેવું કહીને હોબાળો મચાવ્યો હતો. ધરાર કલાસીસ બંધ કરાવ્યાનો આક્ષેપ કર્યો હતો.
મોરબીમાં ગરબા ક્લાસીસને લઇને વિવાદ: પરાણે બંધ કરાવાતા લોકોમાં રોષ
