ગઈકાલે કોળી સમાજના પ્રમુખ અજીત ભાઈએ કુવરજી બાવળીયા પર આકરા પ્રહારો કર્યા હતા
કુંવરજીને કોળી સમાજના પ્રમુખ પદેથી દૂર કરાતા વિવાદ
ખાસ-ખબર સંવાદદાતા
કોળી સમાજના અગ્રણી નેતા કુંવરજી બાવળીયાને જ્યારથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારથી રાજકારણ ગરમાયું છે. ભાજપના ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયાની આજે પ્રેસ કોન્ફરન્સ કરી પહેલીવાર નિવેદન આપ્યું છે. આજે કુંવરજી બાવળીયાએ કહ્યું કે, ગઈ કાલે રાત્રે સમાધાન થઈ ચૂક્યું છે, મારે ચંદ્ર વદન પીઠાવાલા સાથે વાત થઈ ગઈ છે અને હવે કોર્ટમાંથી કેસ પરત ખેંચવામાં આવશે. તો બીજી તરફ જ્યારે આ સમાધાનની વાત અંગે અજીત ભાઈને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, મારે કોઈની સાથે વાત થઈ નથી, તેઓ ખોટુ બોલે છે. નોંધનિય છે કે, ગઈકાલે કોળી સમાજના પ્રમુખ અજીત ભાઈએ કુવરજી બાવળીયા પર આકરા પ્રહારો કર્યા હતા. હવે બન્ને આગેવાનો એક બીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે. ત્યારે કોળી સમાજના આ બન્ને અગ્રણીઓનો વિવાદ આગામી સમયનાં કેવુ સ્વરૂપ ધારણ કરે તે જોવાનું રહ્યું.
- Advertisement -
ગતરાતે સમગ્ર વિવાદ પૂર્ણ થયો
મારે ચંદ્ર વદન પીઠાવાલા સાથે વાત થઈ ગઈ છે અને હવે કોર્ટમાંથી કેસ પરત ખેંચવામાં આવશે. તો બીજી તરફ જ્યારે આ સમાધાનની વાત અંગે અજીત ભાઈને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, મારે કોઈની સાથે વાત થઈ નથી, તેઓ ખોટુ બોલે છે.
નોંધનિય છે કે, ગઈકાલે કોળી સમાજના પ્રમુખ અજીત ભાઈએ કુવરજી બાવળીયા પર આકરા પ્રહારો કર્યા હતા. હવે બન્ને આગેવાનો એક બીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે. ત્યારે કોળી સમાજના આ બન્ને અગ્રણીઓનો વિવાદ આગામી સમયનાં કેવુ સ્વરૂપ ધારણ કરે તે જોવાનું રહ્યું.