ખેલૈયાઓ દ્વારા ગરબા આયોજકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ
આ કપલે ગેટ વે ઓફ ઇન્ડિયાએ પણ આવી જ રીલ બનાવી હતી
સંસ્કારી નગરી તરીકે જાણીતા વડોદરા શહેરના યુનાઇટેડ વેના ગરબામાં એક કપલ ખુલ્લેઆમ ચુંબન કરતા હોય તેવી રીલ વાઇરલ થઇ રહી છે ત્યારે આ કપલે ગયા વર્ષે ગેટ વે ઓફ ઇન્ડિયાએ પણ આવી જ રીલ બનાવી હતી જે હાલ ખૂબ જ વાઇરલ થઇ
રહી છે.
- Advertisement -
વડોદરાના યુનાઇટેડ વેના ગરબામાં ખેલૈયા કપલે જાહેરમાં ચુંબન કરીને અશ્ર્લિલ રીલ બનાવી
ખાસ-ખબર ન્યૂઝ વડોદરા
યુનાઇટેડ વેના પ્રખ્યાત ગરબામાં ખેલૈયા કપલનો વિવાદાસ્પદ કાંડ સામે આવ્યો છે. ખેલૈયા કપલે જાહેરમાં ચુંબન કરી અશ્લીલ રીલ બનાવી. અશ્લીલ રીલ સોશિયલ મીડિયા પર વાયરલ થતા ખેલૈયાઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. ગરબાના માહોલમાં શરમજનક હરકતથી ખેલૈયાઓમાં રોષ જોવા મળ્યો છે. તો ઘટના બાદ આયોજકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. પરંપરાગત તહેવારની પવિત્રતાને ભંગ કરાયો હોવાનો આક્ષેપ કરાયો છે.
સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે લોકો કઈ હદ સુધી જાય છે તેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. એક તરફ પાવન નવરાત્રિ ચાલી રહી છે, તેવા સમયે સંસ્કારી નગરી કહેવાતા વડોદરામાં અસંસ્કારી હરકત સામે આવી છે. વડોદરામાં આયોજીત યુનાઈટેડ વેના ગરબા કાર્યક્રમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમા એક કપલ ચાલુ ગરબામાં અશ્લીલ હરકતો પર ઉતરી આવ્યું. ગરબાના નામે એક યુગલ અશ્લીલ હરકતો કરવા લાગ્યું. એટલું જ નહીં પરંતુ તેઓ જાણે એક મહાન કામ કરતા હોય તેવી રીતે આવી હરકતનો વીડિયો પણ બનાવ્યો. આ કપલે જાહેરમાં જ ગરબા કરતા કરતા ચુંબન કર્યું. આ સાથે આવી ફિટકારજનક હરકતનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં શેર પણ કર્યો. રિલ્સબાજ આ યુવક યુવતીને એટલું પણ ભાન નથી કે, તેઓ માતાની આરાધના કરવા ગરબામાં જાય છે કે આવી અશ્લીલતા ફેલાવવા. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ લોકોમાં ભારે આક્રોશની લાગણી ફેલાઈ છે. પવિત્ર તહેવાર નવરાત્રિમાં આવી હરકત સામે આવતા લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો ગરબા આયોજકો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે. તો બીજી તરફ, યુનાઈટેડ વે વાયરલ વીડિયો મામલે પોલીસે વીડિયો બનાવનાર વ્યક્તિની શોધખોળ શરૂ કરી છે.
- Advertisement -
નવરાત્રિ દરમિયાન આમે આવેલી વિવિધ ઘટનાઓને લઈને ભગવા સેનાની પ્રતિક્રીયા આવી છે. વડોદરામાં યુનાઇટેડ વે ગરબામાં વાયરલ થયેલ કપલની ચુંબનની રિલ્સ પર પ્રતિક્રિયા આપતા ભગવા સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલ રાવલે જણાવ્યું કે, આવા લોકો સામે કાયદાકીય રીતે પગલાં લેવા જોઈએ. એ કપલે જો આવું કરવું હોય તો ધર્મ બદલી લે. આવું ચાલશે તો આવનાર દિવસોમાં ગરબા જ નહીં થાય. તેમજ આયોજકો સામે પણ પગલાં ભરવા જોઈએ.