અમૂલ દૂધના ભાવમાં ફરી વધારો કરવામાં આવ્યો છે. એક લિટરે 2 રૂપિયાનો વધારો નોંધાયો.
દેશના સામાન્ય ગ્રાહકોને મોંઘવારીની એવી થપાટ લાગી છે કે રોજ-બરોજની વપરાતી ચીજવસ્તુઓ, જેમાં અમૂલ દૂધનાં ભાવમાં વધારો જોવા મળ્યો છે. અમૂલ કંપનીના જુદા-જુદા દૂધ, અમૂલ ગોલ્ડ, અમૂલ તાજા અને અમૂલ શક્તિના ભાવ વધ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે, અમૂલ સ્ટાન્ડર્ડ 500 મીલીના 30થી વધીને 31 રૂપિયા થયા અને અમૂલ ગોલ્ડ દૂધ એક લીટરના 66 થી વધીને 68 રૂપિયા થયા છે. જ્યારે અમૂલ તાજા દૂધ 1 લીટરના 53થી વધીને 55 રૂપિયા, અમૂલ ગાય દૂધ 500 મીલીના 28થી વધીને 29 રૂપિયા થયા છે.
- Advertisement -
જાણો અમૂલના દૂધનાં અગાઉ ભાવ
અમૂલ દૂધના ભાવમાં જૂન 2024 બાદ કોઇ વધારો કરવામાં આવ્યો નહોતો. તેમજ ગત વર્ષે અમૂલે અંદાજે 5 મહિના માટે 1 લીટર અને 2 લીટરના પેકેજ પર 50 મીલી અને 100 મીલી વધારાનું દૂધ આપીને ગ્રાહકોને લાભ આપ્યો હતો, ત્યારબાદ તમામ બજારોમાં જાન્યુઆરી 2025થી 1 લીટર પેકના ભાવમાં રૂા.1નો ઘટાડો કરવામાં આવ્યો હતો.
અમૂલ સહકારી માળખા દ્વારા ગ્રાહકો પાસેથી દૂધ અને દૂધની બનાવટોના જે નાણાં મેળવવામાં આવે છે તેમાંથી 80 ટકા નાણાં દૂધ ઉત્પાદકોને પરત આપવામાં આવે છે. આમ દૂધની વેચાણ કિંમતમાં જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તેનો મોટા ભાગનો હિસ્સો દૂધ ઉત્પાદકો પાસે પરત જશે અને તેમને દૂધ ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળશે. આજના પંચમહાલ જિલ્લામાં થયેલ ગુજરાત સ્થાપના દિવસ કાર્યક્રમ નિમિત્તે શિક્ષણમંત્રી કુબેર ડીંડોરએ આ બાબત અંગે નિવેદન આપ્યું છે કે, “દૂધમાં પ્રતિ ફેટે રૂ.2નો વધારો થયો જેનો આપણી દૂધપાલક બહેનોને લાભ થશે.”
- Advertisement -
ભારત વિશ્વનો સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ છે. તે અન્ય દેશો અમેરિકા, ભૂતાન, સાઉદી અરબ, આરબ અમીરાત, નેપાળને દૂધની નિકાસ પણ કરે છે. આ ઉપરાંત નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડની પ્રકાશિત માહિતી અનુસાર દેશમાં રાજસ્થાન દર વ્યક્તિએ દહઊધ વપરાશમાં પ્રથમ સ્થાને છે. ત્યારબાદ પંજાબ, હરિયાણા અને ગુજરાતનો ક્રમાંક આવે છે.