ખાસ-ખબર સંવાદદાતા
અમદાવાદના જાસપુર ખાતે વિશ્વનું સૌથી ઊંચું મા ઉમિયાના મંદિરનું નિર્માણ થનાર છે ત્યારે આજથી તેના નિર્માણ કાર્યનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.
ઉમિયાધાન નિર્માણને લઈને દિવસભર આજે પૂજા અર્ચનાનો કાર્યક્રમ કરવામાં આવશે, એટલું જ નહીં આ મંદિર વિશ્વનું સૌથી ઊંચું મંદિર હશે જેની ઊંચાઈ 504 ફુટ રાખવામાં આવી છે.
- Advertisement -
મંદિરના નિર્માણ કાર્યના પ્રારંભમાં સીએમ ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે, સાથે જ પૂર્વ સીએમ વિજય રૂપાણી,પૂર્વ ડે.સીએમ નીતિન પટેલ સહિતના ભાજપ નેતાઓ પણ હાજર રહેશે, સૌથી પહેલા 108 કળશની શોભા યાત્રા નીકળશે માં ઉમિયા રથ સાથે ગજરાજ, ધ્વજ પતાકા સાથે નીકળનાર ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યમાં લોકો જોડાશે.
મહત્વનું છે કે અમદાવાદના જાસપુર ખાતે ઉમિયા માતાજીના મંદિરનો નિર્માણ માટે 29 ફેબ્રુઆરી 2020ના રોજ મંદિરનાનો શિલાન્યાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજ્ય તથા દેશભરમાંથી પાટીદાર સમાજના લોકો, ઉપરાંત વિવિધ સંપ્રદાયના સાધુ-સંતો હાજર રહ્યા હતા.
100 વીઘા વિસ્તારમાં તૈયાર થનાર મંદિર પરિસરની સાથે અન્ય આયામો પણ જોડવામાં આવ્યા છે. જેમાં સ્કિલ યુનિવર્સિટી, સ્પોર્ટ સંકુલ, NRI ભવન, કુમાર-કન્યા, વર્કિંગ વુમન હોસ્ટેલ, સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલિમ કેન્દ્ર, સામાજિક સંગઠન ભવન તથા સૌથી મહત્વની એવી હોસ્પિટલનો પણ શમાવેશ થાય છે. ફાઉન્ડેશનનો લક્ષ્યાંક છે વૈશ્વિક કક્ષાનું મંદિર પરિસર બને પ્રવાસ ક્ષેત્રે તેની ગણના થાય.