ટ્રાફિકથી ભરપુર નગરના મુખ્ય માર્ગ ઉપર પસાર થવું કઠીન હોય તુરંત ખાડા બુરી મરામત કરવી જરૂરી
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.26
ગીરના પાટનગર તાલાલા શહેરમાંથી પસાર થતો સોમનાથ-સાસણ ગીર સ્ટેટ હાઇવે પૈકી સરદાર ચોકથી માર્કેટીંગ યાર્ડ સુધીના માર્ગ ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા હોય માર્ગની તુરંત મરામત કરવાની માંગણી સાથે નગરપાલીકાના સદસ્ય યોગેશભાઈ કુંભાણી એ સરકારમાં રજૂઆત કરી છે.
- Advertisement -
સાસણ રોડ તાલાલા નગરનો મુખ્ય માર્ગ છે.આ માર્ગ ઉપર ઠેર ઠેર ગાબડા પડી ગયાં હોય માર્ગ ઉપરથી વાહનચાલકોએ પસાર થવું મુશ્કેલ બની ગયું છે.બાંધકામ વિભાગના બાબુઓ સમક્ષ છેલ્લા બે માસથી અવિરત રજુઆત કરવામાં આવે છે છતાં પણ માર્ગની યોગ્ય રીતે મરામત કરવામાં આવતી નથી.જુનાગઢ બાંધકામ વિભાગ હેઠળ આવતો આ માર્ગ નગરનો મુખ્ય માર્ગ છે.માર્ગ ઉપર 24 કલાક અવિરત ટ્રાફિક રહેતો હોય સરદાર ચોકથી વિરપુર રોડ સુધી તુટી ગયેલ માર્ગની મરામત કરવી ખૂબ જ જરૂરી છે.મરામત માટે જ્યારે જ્યારે રજુઆત કરવામાં આવે ત્યારે આ માર્ગ મરામત કરવાની જવાબદારી બાંધકામ વિભાગના બાબુઓ નગરપાલિકા ઉપર ઢોળી તાલાલાનાં નગરજનોને હળાહળ અન્યાય કરી રહ્યું હોય લોકોમાં ભારે રોષ પ્રવર્તે છે.નગરના સરદાર ચોકથી વિરપુર રોડ સુધીનો માર્ગ નગરજનો માટે અતિ ઉપયોગી હોય આ માર્ગની તુરંત જરૂરી સંપૂર્ણ મરામત થાય માટે બાંધકામ વિભાગને યોગ્ય સુચના આપવા નગરપાલિકાના સદસ્ય યોગેશભાઈ કુંભાણી એ સરકારના લાગતાં વળગતા સત્તાવાળાઓ સમક્ષ કરેલ રજૂઆતમાંમાંગણીકરીછે.