ખાસ-ખબર સંવાદદાતા
તેલંગણામાં વિધાનસભા ચૂંટણી જીતવાનો વિશ્ર્વાસ વ્યક્ત કરતા કોંગ્રેસ નેતા રાહુલગાંધીએ આજે રવિવારે મુખ્યપ્રધાન કે ચંદ્રશેખર રાવને જણાવ્યું કે તે કોંગ્રેસે રાજ્ય માટે શું કર્યુ તે પૂછતા પહેલા પોતે બતાવે તેમણે રાજ્ય માટે શું કર્યુ.
તેમણે જણાવ્યું હતું કે ભારતની સૌથી ભ્રષ્ટ સરકાર તેલંગણામાં છે. તેમણે આક્ષેપ કર્યો છે કે તમામ નાણા કમાવી આપતા પોર્ટફોલિયો રાવના પરિવારજનો પાસે છે.
ભાજપના ચૂંટણી વચનોની મજાક ઉડાવતા રાહુલ ગાંધીએ જણાવ્યુ હતું કે ભાજપે વચન આપ્યું છે કે જો રાજ્યમાં ભાજપ સરકાર આવશે તો પછાત જાતિના ઉમેદવારને મુખ્યપ્રધાન બનાવવામાં આવશે. આ ચૂંટણી વચન અંગે રાહુલે જણાવ્યું હતું કે પ્રથમ બે ટકા મતો સુરક્ષિત કરવાનું વિચારો પછી મુખ્યપ્રધાનની વાત કરજો.
રાહુલે જણાવ્યુ હતું કે તેલંગણાના લોકોને કોંગ્રેસે આપેલા છ વચનોને કાયદાનું સ્વરૃપ આપશે. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં કોંગ્રેસની સરકાર રચાયા પછી પ્રથમ કેબિનેટ બેઠકમાં જ આ ચૂંટણી વચનોને કાયદાનું સ્વરૃપ આપી તેનો અમલ શરો કરી દેવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં સામંતશાહી સરકાર અને પ્રજાલક્ષી સરકાર વચ્ચેની લડાઇ ચાલી રહી છે.
રાજ્યના મુખ્યપ્રધાન પૂછે છે કે કોંગ્રેસે રાજ્ય માટે શું કર્યુ. પ્રશ્ર આ નથી પ્રશ્ર એ છે કે કેસીઆરએ રાજ્ય માટે શું
કર્યુ છે.