રિજિજુએ સ્પીકરના ચેમ્બરમાં થયેલા હોબાળાનો વિડીયો જાહેર કર્યો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
ગુરુવારે બજેટ ચર્ચા દરમિયાન હોબાળાને કારણે લોકસભામાં પ્રશ્ર્નકાળ ફરી ખોરવાઈ ગયો હતો. સવારે 11 વાગ્યે ગૃહ ફરી શરૂ થતાં જ વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. સાંસદો પ્લે કાર્ડ અને પોસ્ટરો સાથે વેલમાં ધસી ગયા હતા. આ દરમિયાન સૂત્રોચ્ચાર ચાલુ રહ્યા. સ્પીકરની ખુરશી પર બેઠેલા સ્પીકર કે.પી. ટેન્નેટીએ માત્ર સાત મિનિટ પછી ગૃહને બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધું.
લોકસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યે ફરી શરૂ થઈ. આ દરમિયાન, પીએમ મોદી આજે રાજ્યસભામાં પહોંચ્યા.
આ પહેલા, સંસદીય બાબતોના પ્રધાન કિરણ રિજિજુએ ડ પર એક વિડિયો પોસ્ટ કર્યો હતો. તેમાં 4 ફેબ્રુઆરીએ લોકસભા સ્પીકરની ચેમ્બરમાં થયેલા હોબાળાનું વર્ણન કર્યું હતું. રિજિજુએ દાવો કર્યો હતો કે વિપક્ષી સાંસદોએ પ્રિયંકા ગાંધીની હાજરીમાં અપશબ્દો બોલ્યા હતા.
જોકે, પ્રિયંકા ગાંધીએ કહ્યું કે ગાળો આપવાની વાત ખોટી છે. તેમણે કોઈને ઉશ્ર્કેર્યા ન હતા. તેઓ શાંતીથી બેઠા હતા. અંતે, તેમણે ફક્ત શાંતિથી પોતાની વાત જણાવી હતી.
સંસદના બજેટ સત્રનો ગુરુવારે 12મો દિવસ છે. ગૃહમાં બજેટ પર ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન, કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકાર રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ લાવી શકે છે. આ મુજબ, સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ રાહુલ ગાંધી દ્વારા સરકાર પર લગાવવામાં આવેલા આરોપો સામે વિશેષાધિકાર પ્રસ્તાવ લાવવાની
વાત પણ કરી હતી.
રાહુલનું સભ્યપદ રદ્દ કરો, નિશિકાંત દુબેનો પ્રસ્તાવ
આખી જિંદગી ચૂંટણી લડી શકે નહીં, રાહુલ દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે: નિશિકાંત
- Advertisement -
ઇઉંઙ સાંસદ નિશિકાંત દુબેએ આજે લોકસભામાં રાહુલ ગાંધી વિરુદ્ધ એક પ્રસ્તાવ રજૂ કર્યો છે. તેમણે રાહુલ પર દેશને ગેરમાર્ગે દોરવાના આરોપ લગાવ્યા છે. દુબેએ રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ રદ કરવા અને ચૂંટણી લડવા પર આજીવન પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ પહેલા પણ રદ થઈ ચુક્યું છે. માર્ચ 2023માં રાહુલ ગાંધીનુંનું લોકસભા સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. 2019ના ચૂંટણી ભાષણમાં, તેમણે ટિપ્પણી કરી હતી કે, ‘બધા ચોરોની અટક મોદી કેવી રીતે હોય છે?’ સુરત કોર્ટે આ માનહાનિનો કેસ ધ્યાનમાં લીધો. કોર્ટે રાહુલને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ,1951ની કલમ 8(3) માં જો કોઈ સભ્યને બે વર્ષ કે તેથી વધુ સજા ફટકારવામાં આવે તો તેનું સભ્યપદ રદ કરવાની જોગવાઈ છે. સુપ્રીમ કોર્ટે 4 ઓગસ્ટ 2023ના રોજ તેમની સજા પર વચગાળાનો સ્ટે મૂક્યો હતો, ત્યારબાદ લોકસભા સચિવાલયે 7 ઓગસ્ટ 2023ના રોજ તેમનું સભ્યપદ પુન:સ્થાપિત કર્યું હતું.



