ઉમેદવારોના ફોર્મ ભરવાની તારીખ નજીક આવી છતાં નામ જાહેર કરાયા નથી
સ્થાનિક કોંગી આગેવાનોની માંગ હાઇકમાન્ડ નામો જાહેર કરે કોંગ્રેસ ઉમેદવારો કોણ? અનેક અટકળો તેજ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.01
જૂનાગઢ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 આગામી તા.7મેના રોજ યોજાવાની છે ત્યારે ફોર્મ ભરવાની તારીખો પણ નજીક આવી ગઈ છે ત્યારે હજુ સુધી જૂનાગઢ લોકસભા બેઠકના ઉમેદવાર સાથે માણાવદર પેટા ચૂંટણીના ઉમેદવાર જાહેર નહિ થતા અનેક અટકળો તેજ બની છે બીજી તરફ સ્થાનિક કોંગ્રેસ આગેવાનો ગુજરાત મોવડી મંડળ પાસે ધામા નાખીને ઉમેદવારો જાહેર કરવાની માંગણી કરી રહ્યા છે.કોંગ્રેસ હાઇકમાન્ડ જ્ઞાતિ સમીકરણ સાથે જૂનાગઢ જિલ્લાના કે ગીર સોમનાથ જિલ્લા માંથી જીતી શકે તેવા સક્ષમ ઉમેદવાર શોધી રહ્યા છે.બીજી તરફ માણાવદર વિદ્યાનસભા પેટા ચૂંટણી માટે પણ કોને ટિકિટ અપાવી તેમાં પણ મજબૂત ઉમેદવાર શોધી રહ્યા છે.ત્યારે સ્થાનિક કોંગી નેતાઓ પણ વેહલી તકે નામો જાહેર કરે તેવી માંગ કરી રહ્યા છે. લોકસભા બેઠક માટે કોંગ્રેસના સોમનાથ ધારાસભ્ય વિમલ ચુડાસમા પોતે પણ દાવેદારી કરી અને સાથે તેમના પત્ની જલ્પા ચુડાસમાની પણ દાવેદારી કરી ચુક્યા છે બીજી તરફ આહીર સમાજ માંથી હીરાભાઈ જોટવા પણ પોતાની મજબૂત દાવેદારી રજુ કરી છે.ત્યારે પાર્ટી કોઈ નવો ચેહરો મેદાનમાં ઉતારશે કે પછી કોઈ નવો દાવ ખેલશે તેતો ઉમેદવાર જાહેર થયા બાદ ખબર પડશે બીજી બાજુ માણાવદર બેઠક પરના અરવિંદ લાડાણી પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાતા ભાજપે તેને ટિકિટ ફાળવી છે.
ત્યારે માણાવદર બેઠક પર નવું નામ સામે આવ્યું છે તે ભીખાભાઇ જોશીનું તે મેંદરડા અને જૂનાગઢ વિદ્યાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય રહી ચુક્યા છે અને માણાવદર બેઠક પર મેંદરડા તાલુકાનો સમાવેશ થતો હોવાથી ભીખાભાઇ જોશીનું નામ ચર્ચામાં ચાલી રહ્યું છે બીજી તરફ પાટીદાર ચહેરામાં જોઈએ તો હારીભાઈ પટેલ પણ પોતાને ટિકિટ મળે તેવા પ્રયાસ ચાલી રહ્યા છે.આમ હજુ સુધી કોંગ્રેસ પક્ષ દ્વારા નામો જાહેર ન થતા ટિકિટ મુદ્દે ભારે ખેંચતાણ જોવા મળી રહી છે. લોકસભાની જૂનાગઢ અને વિધાનસભાની માણાવદર બેઠક માટે ભાજપે તો ઉમેદવાર જાહેર કરી દીધા છે પણ કોંગ્રેસમાં હજુ ટિકીટ મુદ્દે ભારે ખેંચતાણ ચાલી રહી છે. જૂનાગઢ કોંગ્રેસના આગેવાનો પ્રદેશ કોગ્રેસ કાર્યાલયે દોડી ગયા હતા જયા વ્હેલી તકે ઉમેદવાર જાહેર કરવા રજૂઆત કરી હતી. આ ઉપરાંત લોકસભા બેઠકના દાવેદાર મનાતા હિરાભાઇ જોટવાને ઉમેદવાર તરીકે જાહેર કરવા માંગ કરી હતી. જયારે જૂનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે સોમનાથના ધારાસભ્ય વિમલ ચૂડાસમાના પત્ની જલ્પા ચુડાસમા અને વિધાનસભાની માણાવદર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ભીખાભાઇ જોષીને મેદાનમાં ઉતારે તેવી શકયતાઓ કોંગ્રેસના સુત્રો વ્યક્ત કરી રહ્યા છે.