ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.27
શહેરમા છેલ્લા ત્રણેક મહિનાથી અનેક વિસ્તારોની સ્ટ્રીટ લાઈટો ગુલ થયા બાદ અંધારપટ છવાઈ જતો હોવાની સાથે ઓવરબ્રિજ ની સ્ટ્રીટ લાઈટ વારંવાર હાઉકલી કરી રીસાઈ જતી હોવાની કાગારોળ મચી ઉઠી હોવા છતા સત્તાપક્ષના સ્થાનિક આગેવાનો સુષુપ્ત અવસ્થામાં હોવાનું પામીને સ્થાનિક કોંગ્રેસી આગેવાને આ મામલે નગરપાલિકા અને કોન્ટ્રાકટરને બે દિવસમા શહેરના અંધારા ઉલેચવા ધ્વનિ સંદેશા મારફતે અલ્ટીમેટમ આપી ઉકેલ ન આવે તો આક્રમક લડત આપવાની ચિમકી ઉચ્ચારતા રેલો આવ્યો હતો. અને સાંજે જ શહેરમા તમામ ફોલ્ટ રીપેર કરી ઉજાસ પથરાયો હતો.
પ્રજાની વેદના મુદ્દે સત્તાપક્ષના બની બેઠેલા સ્થાનિક આગેવાનો વિકાસની શિખવાડેલી કેસેટ વગાડવા સિવાય પ્રજાની વેદના અંગે સુષુપ્ત વસ્થા મા હોવાનુ પામીને પિડાતા નગરજનોએ કોંગ્રેસના સ્થાનિક કદાવર ગજાના ગણાતા મહેશ રાજકોટીયા સમક્ષ રજુઆત કરતા શાસકપક્ષ ની સુષુપ્ત અવસ્થા પામીને નિરાકરણ લાવવા માટે નગરપાલિકા અને કોન્ટ્રાકટર નો સંપર્ક કરીને બે દિવસની મહેતલ આપી ઉકેલ ન આવે તો આક્રમક લડતનું અલ્ટીમેટમ આપી તીખા તેવર બતાવતા ‘ચમત્કાર ને જ નમસ્કાર’ સુત્ર સાર્થક થઈ કોન્ટ્રાકટર તાબડતોબ હરકત આવી રાત્રે જ નગરના અંધારા ઉલેચી નગર મા ઉજાસ પથરાયો હતો.