ક્લસ્ટર બેઝ તાલિમ દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન અપાયું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
- Advertisement -
જૂનાગઢ પ્રાકૃતિક કૃષિનો વિસ્તાર વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા અસરકારક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે જૂનાગઢ જિલ્લાના વિવિધ તાલુકામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે ખેડૂતોને ક્લસ્ટર બેઝ તાલીમ આપવામાં આવી રહી છે. હાલ ખરીફ ઋતુ ચાલી રહી હોય ખરીફ ઋતુ દરમિયાન જિલ્લામાં દરેક ગ્રામપંચાયત આવરી લઈ જિલ્લા આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક કૃષિનો વધુમાં વધુ પ્રચાર થાય તેમજ વધુમાં વધુ પ્રાકૃતિક કૃષિ ખેડૂતો અપનાવે તે માટે નિરંતર પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.
જેના ભાગરૂપે જિલ્લાના વિવિધ તાલુકાઓમા આવેલા બગડુ, ખાખરા હડમતીયા અને આજક ગામ ખાતે પ્રાકૃતિક કૃષિની તાલીમો ટેકનિકલ માસ્ટર ટ્રેનરો દ્વારા આપવામા આવી હતી, જેમા ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે આ ક્લસ્ટર બેઝ તાલીમ કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિની તાલીમો ટેકનિકલ માસ્ટર ટ્રેનરો દ્વારા ખેડુતોને પ્રાકૃતિક કૃષિના વિવિધ પાસાઓ જેવા કે બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, જેવી બાબતો સમજાવવામાં આવ્યા હતા.
આ ક્લસ્ટર બેઝ તાલીમ દ્વારા જૂનાગઢ જિલ્લામાં રસાયણ મુક્ત કૃષિ અપનાવી દરેક પરિવાર પ્રાકૃતિક કૃષિ આહાર મેળવે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.