ઉમિયાધામ સિદસર દ્વ્રારા જ્ઞાન સમૃધ્ધિ રથ સમગ્ર સૌરાષ્ટ્રનું પરિભ્રમણ કરશે
2027માં રાષ્ટ્રીય કક્ષાનો ઉમા ઔદ્યોગિક એકસ્પો દિલ્હીમાં યોજાશે : મૌલેશભાઇ ઉકાણી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.30
શ્રી 1ા શતાબ્દી મહોત્સવના ચોથા દિવસે યોજાયેલા ઉદ્યોગ વેપાર સંમેલનમાં ઉમિયાધામ સિદસરન ચેરમેન અને શ્રી 1ા શતાબ્દી મહોત્સવના ચેરમેન મૈાલેશભાઇ ઉકાણીએ જણાવ્યું હતું કે, નાણા એટલે કે લક્ષ્મીની ત્રણ ગતિ છે. પૈસાને વેડફવા,વાપરવા અને વાવવા આજના સમયે પાટીદાર સમાજ પૈસાને વાપરતો અને વાવતા તો સીખી ગયો છે પરંતુ પૈસાને ખોટી રીતે વેડફતો પણ થઇ ગયો છે. આવનારા સમયમાં આ દુષણને દુર કરી પાટીદારોએ પરસેવાના ટીપાની કમાણી સમાજના હિતમાં ખર્ચવી પડશે. આયુર્વેદિક ક્ષેત્રે 3000 થી વધુ પ્રોડકટ બનાવનાર બાન લેબના એમ.ડી. શ્રી ઉકાણીએ સૈારાષ્ટ્ર ગુજરાતના પરિશ્રમી અને ટેલેન્ટેડ પાટીદાર ઉદ્યોગકારને પ્લેટફોર્મ પુરુ પાડવા શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસરના નેજા હેઠળ 2027 સુધીમાં રાષ્ટ્રીય કક્ષાનો ઉમા એકસ્પો દેશના પાટનગર દિલ્હીમાં યોજાવાની ઘોસણા કરી છે.
સમાજમાં વધતા જતા દુષણો બાબતે ટકોર કરતા ઉમિયાધામ સિદસરના ચેરમેન મૌલેશભાઇ ઉકાણીએ ચિંતા વ્યકત કરતા આજકાલ સમાજના યુવાનો વ્યસનોના રવાડે ચડી પરિવાર અને સમાજનું પતન નોતરે છે. મહિલાઓ પુરૂષોને વ્યસનો ન કરવા વિનંતી કરતી પરંતુ, હવે તે બાબતે મહિલાઓ લીબરલ થતી જાય છે. પરિવારમાં જરૂરી સમજણના વાતાવરણનો અભાવ જોવા મળી રહયો છે. વ્યસન બાબતે મા-બાપ સંતાનોને સ્વયંશિસ્ત અને સંસ્કારોનું લેશન આપવાનું ચુકી જાય છે. કહેવાથી નહી પરંતુ, વાણી વર્તન અને વ્યવહારથી સંતાનો શીખતા હોય છે. ત્યારે વાલીઓને વ્યસન કરતા જોતા બાળકો પણ આ રવાડે ચડે છે. સફળતા માટે ખોટા રસ્તે જવાની જરૂર નથી અને મહોત્સવના માધ્યમથી દરેક પરિવારે પોતે વ્યસનથી દુર રહી વ્યસનમૂકત સમાજનું નિર્માણ કરવામાં સહભાગી થવું જોઇએ
યજ્ઞ, કૃષિ મેળો, પાટીદાર નિર્દેશન, વ્યસન મુકિત, રકતદાન શિબીર અને આનંદ મેળાનો લ્હાવો લેતા ભાવિકો ખોબા જેવડા સિદસરમાં લાખો લોકોની વ્યવસ્થા દ્રારા પાટીદારોએ બેનમુન મેનેજમેન્ટનું ઉદાહરણ આપ્યું. સદસરમાં માં ઉમિયાના ચરણે લક્ષ્મીનો વરસાદ વરસાવતા પાટીદાર ઉદ્યોગપતિઓમાં ઉમિયાધામ સિદસર : માં ઉમિયાની આરાધના સાથે સરસ્વતીની સાધના ના સુત્ર સાથે ઉમિયાધામ સિદસર ખાતે યોજાયેલા પાંચ દિવસના શ્રી 1ા શતાબ્દી મહોત્સવમાં લાખો ભાવિકો ઉમટી પડયા હતા. પરંતુ ઉમિયાધામ સિદસર દ્વ્રારા વિવિધ સમિતિઓની રચના કરી લોકો માટે બેનમુન વ્યવસ્થા અને મેનેજમેન્ટ થકી મહોત્સવને સફળ બનાવ્યો હતો. માં ઉમિયાના ચરણે શિશ ઝુકાવી પાટીદારોએ સમાજના વિકાસ માટે સવાયા સંકલ્પથી સમાજ વિકાસની નવી દિશાનો પ્રારંભ કર્યો છે. ઉમિયાધામ સિદસર દ્વ્રારા આગામી સમગ્ર વર્ષ દરમ્યાન જ્ઞાનસમૃધ્ધિ રથનું સમગ્ર સૈારાષ્ટ્રમાં પરીભમ્રણ થશે.
પાંચ દિવસના શ્રી 15 શતાબ્દી મહોત્સવમા યુવા, મહિલા,સામાજિક, સરરસતા,કર્મયોગી, શૈક્ષણિક અને પ્રોફેશ્નલ-ડોકટરો સહીત 10 જેટલા સંમેલનમાં વિવિધક્ષેત્રના રાજકીય, સામાજિક અગ્રણીઓ, સંતો, વકતાઓએ પાટીદાર સમાજને સમાજ વિકાસની પ્રગતિ માટે પ્રેરક સંદેશો આપ્યો હતો. પાંચ દિવસના મહોત્સવમાં યજ્ઞ, ફિલ્મ નિર્દશન,વ્યસન મુકિત, રકતદાન શિબિર, અંગદાનના સંકલ્પ, આનંદમેળો સહીતના આયોજનમાં સૈારાષ્ટ્રભરના તાલુકા-ગ્રામ્ય વિસ્તારોના લાખો પાટીદારે ભાગ લઇ સિદસર ખાતે માં ઉમિયાના દર્શન કરી ધન્યતા અનુભવી ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.
તા.ર9 રવિવારના સવારે ઉમિયાધામ સિદસર ખાતે યોજાયેલા શૈક્ષણિક સંમેલનમાં અખીલ હિન્દુ ધર્મ આચાર્ય સભા ના સંયોજક અને મહામંત્રી અખિલ ભારતીય સંત સમિતિના ક્ધવીનર સ્વામી ડો. પરમાત્માનંદ સરસ્વતીજીએ જણાવ્યું હતુ કે, હિન્દુ સમાજ માટે આદર્શ મર્યાદા પુરૂસોતમ રામ છે. સર્વના હ્રદયમાં રામની સ્થાપના કરવાનું કામ શિક્ષકનુ છે. શિક્ષણ થકી પ્રગતિશીલ બનેલા પાટીદાર સમાજનો ફાળો ગુજરાતમાં મોખરે છે.
- Advertisement -
અને ભારતને 5 મી વિશ્વસતા બનાવવા પટેલ સમાજનું યોગદાન મહતમ છે. આજ ના સમયે શિવાજી નહિ પરંતુ જીજાભાઇની જરૂર છે. તેમ જણાવવા શ્રી પરમાત્માનંદ સરસ્વતીએ શિક્ષણ, મર્યાદા, ચરિત્ર, સંસ્કાર થકી શિક્ષકો ઉમત સમાજના નિમાર્ણમાં સહ ભાગી બનવા અપીલ કરી હતી. શ્રી 1 શતાબ્દી મહોત્સવમાં દર્શન કોલેજના ર્ડા.રમેશ ધમસાણીયા તથા પૂર્વ શિક્ષણાધિકારી કૈલાએ પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું. પૂર્વ શિક્ષણ નિયામક ડો. વી.બી. ભેંસદડીયાએ જીવનમાં મુલ્યો અને કુતજ્ઞતા જેવા ગુણો કેળવવા જોઇએ તેમ જણાવ્યું હતું. મહોત્સવના અંતીમ સત્ર પ્રોફેશ્નલ સંમેલનમાં ઉમિયાધામ સિદસરના ડો.સુરેશભાઇ માખસણા તથા ચાટર્ડ એકાઉન્ટન્ટ પી.બી.ડઢાણીયાએ ઉમારત્ન યોજનામાં જોડાઇ સમાજ વિકાસ કાર્યોમાં સહભાગી થવા તબીબો, વકીલો, આર્કીટેક અને ચાર્ટડ એકાઉન્ટન્ટને અપીલ કરી હતી.
શ્રી 1 શતાબ્દી મહોત્સવના સમાપન પ્રસંગે પાટીદાર સમાજે મા ઉમિયાની છત્રછાયામાં સંગઠન અને એકતાની સાથોસાથ શિક્ષણ અને પરિશ્રમ થકી પ્રગતિનો પાયો નાખ્યો છે. આગામી 2031 સુધીમાં ઉમિયા માતાજી મંદિર સિદસર દ્રારા ઉમિયા માતાજી સમૃધ્ધી યોજના-3 ના માધ્યમથી રૂા. 400 કરોડના સામાજીક, શૈક્ષણિક વિકાસકાર્યોના સંકલ્પ સાથે મહોત્સવનું સમાપન થયુ છે. દિલેર પાટીદાર દાતાઓ અને ભામાશાઓ ની સખાવત થી આગામી દિવસોમાં રાજકોટના ઇશ્વરીયા ખાતે 1500 થી વધુ વિદ્યાર્થીઓ માટે 3ર વિધા જગ્યામાં સ્કૂલ, ગર્લ્સ-બોયસ હોસ્ટેલ, લાયબ્રેરી, સ્પોર્ટ સંકુલ અને સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટર, સહીતની સુવિધા ધરાવતું ‘શ્રી ઉમા શૈક્ષણિક સંકુલ’ રૂા. 100 કરોડના ખર્ચે ત્રણ તબકકામાં નિર્માણ પામશે. તેમજ ઉમિયાધામ સિદસરના સામાંકાઠે 30 વિધા જગ્યામાં યાત્રીકો માટે અતિથિગૃહ, મલ્ટીપર્પઝ હોલ, પાર્ટી પ્લોટ, ગાર્ડન, પાટીદાર અસ્મિતા કેન્દ્ર, સ્મૃતિમંદિર, રીવરફ્રન્ટ રૂા. રપ કરોડના ખર્ચે નિર્માણ થશે.
સૌરાષ્ટ્રમાં વસતા અઢી લાખથી વધુ પરિવારોની નવી પેઢીના ઉચ્ચ અભ્યાસ માટે અમદાવાદ ખાતે 100 કરોડાના ખર્ચે ગર્લ્સ તથા બોયઝ હોસ્ટેલ તેમજ ગાંધીનગર ખાતે રૂા. 40 કરોડના ખર્ચે નવી બોયઝ હોસ્ટેલ, રાજકોટ નજીક એઇમ્સ પાસે 10 કરોડના ખર્ચે આરોગ્યભવન, બનાવવા ઉપરાંત સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠીઓના સહયોગથી રૂા. 50 કરોડની શૈક્ષણિક લોન, વૃક્ષારોપણ અને પ્રાકૃતિક ખેતી જળસંચય, ગ્રામ્ય વિકાસની પ્રવૃતીઓ માટે 15 કરોડ, તેમજ વિવિધ સામાજીક પ્રવૃતિઓ માં 10 કરોડ, તેમજ ભગવાન રામની જન્મભૂમી અયોધ્યા ખાતે ઉમા અતિથિ ગૃહ બનાવવા માટે રૂા. રપ કરોડ ના ખર્ચે નિર્માણ સહીતના આયોજનો ઉમિયા માતાજી મંદિર સિદસરના માધ્યમથી થશે.
ઉદ્યોગ સંમેલનમાં અધ્યક્ષ સ્થાનેથી બોલતા ઉમિયાધામના ઉપપ્રમુખ અને મહોત્સ્વના યજમાન જગદિશભાઇ કોટડીયાએ જણાવ્યું હતું કે, હાલમાં હીરા ઉદ્યોગ, ડીઝલ એન્જીન, સિરામીક ઉદ્યોગ સહીતના આઠ ઉદ્યોગો જે મુખ્યત્વે પાટીદારો ચલાવી રહયા છે. જેની દેશ ભરમાં સૈાથી વધુ રેવન્યુ સરકારને રળી આપવાનો જશ મળી રહયો છે. ત્યારે પાટીદારોએ એક વ્યવસાયને બદલે અલગ અલગ વ્યવસાય તરફ વિઝન કેળવીને આગળ વધવું જોઇએ. માં ઉમિયાની નિશ્રામાં સમાજ વિકાસની હરણફાળ ભરાઇ રહી છે ત્યારે, ઉદ્યોગપતિઓ મન મુકીને દાન આપીને આ યાત્રામા જોડાય તેવી અપીલ કરી હતી. આજના સંમેલનમાં ગુજરાત ભરમાંથી આવેલા ઉદ્યોગપતિઓએ માં ઉમિયાના ચરણોમાં દાનનો વરસાદ કર્યો હતો. યુવા ઉદ્યોગપતિ રાજન વડાલીયા, શૈલેષ વૈશ્નાણી,ફાલ્કન ગ્રુપ સાથે જોડાયેલા પરીતાબેન કોટડીયા અને અમેરીકાથી આવેલા કોમલબેન દિપકભાઇ ગોવાણીએ પ્રાસંગીક ઉદબોધન કરી શિક્ષણ બાળકોની કેળવણી અને મહિલાઓની ઉદ્યોગ ક્ષેત્રમાં ભાગીદારીની વાત કરી હતી. શ્રી 1ા શતાબ્દી મહોત્સવમાં વાતાવરણમાં થયેલા ફેરફારને કારણે હેલીકોપ્ટર ન આવી શકતા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સિદસર આવી શકયા ન હતા.
કર્મયોગી સંમેલનમાં પોરબંદર સાંદિપની આશ્રમના ભાગવતચાર્ય શ્રી રમેશભાઇ ઓઝાએ જણાવ્યું હતુ કે, ઉમિયા માતાજી મંદિર-સિદસર દ્વ્રારા કડવા પાટીદાર સમાજના ઉત્થાન માટે થતા સામાજિક વિકાસના કાર્ય એ જ માં ઉમિયાની સાચી આરાધના છે. પાટીદાર સમાજમાં કર્મશીલતા જોવા મળે છે. માનવદેહ દેવતાઓ માટે દુલર્ભ છે. સમાજમાં પદ, પૈસા, પ્રતિષ્ઠા પામ્યા હોય ત્યારે પ્રમાણિક રીતે સામાજને પાર્ટનર ગણી પરત આપવામાં પાછીપાની કરવી ન જોઇએ. તેવી શીખ આપી હતી. શ્રી ઓઝાએ સંમેલનમાં પાટીદારોને સંબોધતા કહયુ હતું કે, ઇશ્વરે આપેલી ભુમિકા નિષ્ઠાથી અદા કરી કર્મયોગી બની રાષ્ટ્ર નિમાર્ણમાં સહભાગી થવું જોઇએ. સમાજમાં બુધ્ધિશાળી ઘનપતિઓએ છેવાડાના પીડીત માણસની પણ ચિંતા-ચિંતન કરવું જોઇએ. સ્વાર્થપુર્તીતા સાથે દેશ કલ્યાણ ન થઇ શકે. વ્યકિતઓનો સમુહ નહિ પરંતુ સમજયુકત સમાજ રાષ્ટ્રનિર્માણ કરી શકે. ઉમિયા માતાજી મંદિર-સિદસર દ્વ્રારા પાટીદાર સમાજના ઉત્થાન માટે અમલી બનાવાયેલ 400 કરોડની ઉમિયા સમુધ્ધિ યોજના-3 ના ચેરમેન તથા કર્મયોગી સંમેલન ના અધ્યક્ષની બી.એચ.ધોડાસરા(પૂર્વ કલેકટર)એ જણાવ્યું હતું કે, દાતાઓના દાન અને કર્મયોગીના પુરૂષાર્થ થકી શ્રી ઉમીયા સમૃધ્ધિ યોજના-3 માં રાજકોટ અને અમદાવાદમાં શૈક્ષણિક ભવનો નિમાર્ણ પામશે. પાટીદાર સમાજની આવનારી પેઢી શિક્ષીત બની આત્મનિર્ભર ભારતના નિમાર્ણમાં પોતાનું યોગદાન આપે તેવી નેમ વ્યક્ત કરી હતી. કર્મયોગી સંમેલનમાં સમૃધ્ધિ યોજના-ર અને સમૃધ્ધિ યોજના-3 માં દાનઆપનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યુ હતું.
શનિવારે રાત્રે મહોત્સવમાં પાંચ દિવસ શ્રમદાન અને સમયદાન આપનાર 6500 જેટલા સ્વયંસેવકોને બિરદાવ્યા હતા. મહોત્સવને સફળ બનાવવા ઉમિયાધામ સિદસર દ્વ્રારા શ્રી 1ા શતાબ્દી મહોત્સવમાં 102 સમિતિના 6500 જેટલા સ્વયંસેવકોનો સન્માન સમારંભ યોજાયો હતો જેમાં ઉમિયા માતાજી મંદિરના પ્રમુખ જેરામભાઇ વાંસજાલીયા, ચેરમેન મૈાલેશભાઇ ઉકાણી, મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઇ પટેલ, ઉમિયા સમૃધ્ધિ યોજનાના ક્ધવીનર બી.એચ.ધોડાસરા, ઉપપ્રમુખ ચિમનભાઇ શાપરીયા, જગદિશભાઇ કોટડીયા, ક્ધવીનરો ગોવિંદભાઈ વરમોરા,મનસુખભાઇ પાણ,શૈલેષભાઇ વૈશ્નાણી, તથા સહ યજમાન પુનીતભાઇ ચોવટીયાએ,રમણીકભાઇ ભાલોડીયા ભુપતભાઇ ભાયાણી સહીતના ટ્રસ્ટીઓ તથા હોદેદારોએ આભાર વ્યકત કરી સ્વયંસેવકોના અદકેરા સન્માન કર્યા હતા.અને પાટીદાર સમાજના ઉત્થાન માટે અમલી બનાવાયેલી 400 કરોડની શ્રી ઉમીયા સમૃધ્ધિ યોજના-3 ના માધ્યમથી જ્ઞાન સમૃધ્ધિ રથ સૈારાષ્ટ્રના 1ર જીલ્લાના 750 થી વધુ ગામોમાં પરીભ્રમણ કરશે તેવી જાહેરાત ઉમિયાધામ સિદસર ટ્રારા કરવામાં આવી હતી.
શૈક્ષણીક સંમેલનમાં વિજાપૂરા વિદ્યાસંકુલ સિદસર, જી.એમ.પટેલ ક્ધયા છાત્રાલય ધ્રોલ, પટેલ કેળવણી મંડળ જુનાગઢ કડવા પાટીદાર કેળવણી મંડળ ગોંડલ, શ્રીરામ ખાંડસરી કોલેજ ઉપલેટા, ઓરપેટ ક્ધયા છાત્રાલય ટંકારા, ઉમાકુમાર વિદ્યાલય જાંબુડા, વિજયાબેન જીવનભાઇ ગોવાણી વિદ્યાલય જામનગર, ઉમિયા કેળવણી મંડળ ધ્રાંગધ્રા, કડવા પાટીદાર ક્ધયા કેળવણી મંડળ મોરબી, ઉમિયા સેવા ટ્રસ્ટ હળવદ, ફિલ્ડમાર્શલ- ગોવાણી ક્ધયા છાત્રાલય રાજકોટ, ધુલેશીયા ક્ધયા છાત્રાલય રાજકોટ, કડવા પટેલ કેળવણી મંડળ સુરેન્દ્રનગર, ઉમિયા પટેલ કેળવણી મંડળ તાલાલા, પટેલ વિદ્યાર્થી આશ્રમ કેશોદ, કડવા પાટીદાર છાત્રાલય બોટાદ, ઉમિયા એજયુકેશન ટ્રસ્ટ લાઠીદળના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.
ડોકટર્સ પ્રોફેશનલ્સ સંમેલન સમારોહના મુખ્ય વકતા તરીકે સીમ્સ હોસ્પિટલ અમદાવાદના સિનીયર કાર્ડિયોલોજીસ્ટ ડો. અનિશ ચંદારાણા તથા કે.પી.એસ.એન.એ ના પૂર્વ પ્રમુખ ડો. ભાણજીભાઇ કુંડારીયા પ્રાસંગીક પ્રવચનો કર્યા હતા. અતિથિ વિશેષ તરીકે મેડીકલ કોલેજ રાજકોટના ડો. ભારતીબેન પટેલ, સુપ્રિન્ટેન્ડેન્ટ મોનાલીબેન માકડીયા, ડો. રેખાબેન તથા ડો. અનીલ પટેલ, સુરેશભાઇ ઘેટીયા, વિજયભાઇ સીતાપરા, અમેરિકાના ડો. પ્રદિપભાઇ કણસાગરા, ડો. કીર્તીભાઇ પટેલ, ડો. જગદીશ કણસાગરા, ડો. સતિશ પટેલ, ડો. દિલીપભાઇ પટેલ, સુરેશભાઇ પટેલ, ડો. ગૌતમ માકડીયા, ડો. દિપેશ ભલાણી, ડો. ગિરીશભાઇ પટેલ, ડો. ધીરેન ફળદુ, ડો. ભાવેશ સુરેજા, ડો. દિપક અધારા, આર્કીટેક જવાહરભાઇ મોરી, પ્રમોદભાઇ માકડીયા, પ્રતિકભાઇ ડઢાણીયા, એડવોકેટ એન.જે. પટેલ, સુરેશભાઇ ગોવાણી ઉપસ્થિત રહયા હતા. શ્રી 1ા શતાબ્દી મહોત્સવમાં તમામ સંમેલનનું સંચાલન સહ મહામંત્રી કૈાશિકભાઇ રાબડીયાએ કર્યુ હતું.