11થી 14 જૂન દરમિયાન ભારે પવન સાથે વરસાદની શક્યતા
ખાસ-ખબર સંવાદદાતા
દેશનાં પશ્ચિમી રાજ્યો માટે ચિંતાનું કારણ બનેલા બિપરજોય વાવાઝોડાએ પોતાની દિશામાં આંશિક બદલાવ કરી દેતા ફરી કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધવા પામ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે હવે ‘બિપરજોય’ પાકિસ્તાનથી જખૌની દિશા તરફ ફંટાયું છે.
- Advertisement -
અરબી સમુદ્રમાં પેદા થયેલા અને તીવ્ર ચક્રવાતમાં બદલાઈ ગયેલા બિપરજોય ગુરુવારના રાત સુધી ઉતરી પશ્ચિમી દિશા તરફ આગળ વધતું હતું, એટલે કે તે પાકિસ્તાનથી ઈરાન અને ઓમાનની દિશા તરફ વળશે તેવા અંદેશાને તમામ મોડ્યુલ સમર્થન આપી રહ્યા હતા. પરંતુ રાતોરાત દરિયામાં જ બિપરજોયએ પોતાનો માર્ગ બદલીને ઉતર પશ્ચિમની જગ્યાએ ઉતર પૂર્વીય કરી નાખતા ફરી ગુજરાતના હવામાન વિભાગ સાવચેત થયો છે. દરમિયાન સૌરાષ્ટ્ર- કચ્છ અને આસપાસના જિલ્લાઓમાં આગામી 11 થી 14 જુન વચ્ચે 80થી 100 કિમીની ઝડપે તેજ પવન સાથે ભારે વરસાદ થઈ શકે છે.
પોર્ટ પ્રશાસન દ્વારા આજથી વિશેષ ચક્રવાત કંટ્રોલ રૂમથી શરૂઆત કરવાની તજવીજ હાથ ધરાઈ છે. સિગ્નલ સ્ટેશન, પોર્ટ પ્રશાસન અને વિભાગીય વડાઓ, રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસન સાથે તાલમેલ રાખીને પરિસ્થિતિઓ અનુસાર સહુને દિશા નિર્દેશ આપવા અને માહિતીઓનું આદાન પ્રદાન કરીને સહુને સચેત કરવાનો તેમાં પ્રયાસ કરવામાં આવશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું.
બિપોરજોય વાવાઝોડાની અપડેટ
– દરિયા કિનારાના જિલ્લાઓને સતર્ક રહેવા સૂચના
– વાવાઝોડુ ઓમાન તરફ ફંટાયું છતા વાવાઝોડાની અસરને લઈ સરકાર દ્વારા સતર્કતા
– હવામાન વિભાગની આગાહીના આધારે જિલ્લા તંત્રને સતર્ક રહેવા સૂચના
– NDRFની ટીમોને પ્રી ડિપ્લોયમેન્ટ કરાશે
– દરિયાકિનારાના જિલ્લાઓમાં સંબંધિત કર્મચારીઓની રજા રદ કરવામા આવી
– 48 કલાકમાં વાવાઝોડુ તીવ્ર બને તેવી શક્યતા
– વાવાઝોડુ ગોવાથી 870 કિમી અને મુંબઈથી 930 કિમી દૂર
– દરિયાકિનારાના વિસ્તારોમા પવન ફૂંકાવાની શક્યતા
– દરિયો તોફાની બની રહેવાના પગલે તંત્રને કરવામા આવ્યું એલર્ટ
- Advertisement -
કંડલા પોર્ટે સલામતી માટે જહાજો માટે એન્ટ્રી બંધ કરી
કંડલા પોર્ટે સલામતી માટે જહાજો માટે એન્ટ્રી બંધ કરી દીધી છે. અરબી સમુદ્રમાં આકાર પામેલા બિપરજોય વાવાઝોડાના કારણે થનારી અસરના પગલે દરિયો તોફાની બનવાની સંભાવના વચ્ચે વલસાડ જિલ્લા પ્રશાસન અને પોલીસ તંત્ર વધુ એલર્ટ મોડ ઉપર આવી ગયું છે. શુક્રવારે વલસાડના તિથલ બીચને 14 જૂન સુધી બંધ કરી દેવામાં આવ્યું છે. બીચ ઉપર પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.આ સાથે કોઇને પણ બીચ પર જવા પર મનાઇ ફરમાવી સહેલાણીઓને પરત કરી દેવામાં આવ્યા હતા.
લોકોનું સ્થળાંતર કરાવવા માટે પણ તંત્રને એલર્ટ
કેન્દ્રીય હવામાન ખાતાની સુચનાને પગલે સૌરાષ્ટ્રમાં ડિઝાસ્ટર વિભાગે આગોતરું આયોજનની તૈયારી શરૂ કરી દીધી છે. ઉપરાંત જરૂર પડિયે સમુદ્રતટીય વિસ્તારોમાં રહેતા લોકોનું સ્થળાંતર કરાવવા માટે પણ તંત્રને એલર્ટ કરી દેવાયું છે. અગમચેતી રૂપે ઘોઘા-હજીરાની રો-પેક્સ ફેરી સેવા 3 દિવસ બંધ કરી દેવાઇ છે. આગામી 24 કલાકમાં ચક્રવાતી તોફાન બિપરજોય તીવ્ર બન્યું જેને લઈને દમણના દરિયા કિનારે શુક્રવારે 2 નંબરનું સિગનલ લગાવામાં આવ્યું છે, 2 નંબરનું સિગનલ એટલે દરિયામાં તોફાન તૈયાર થઈ રહ્યું છે.