ખાસ-ખબર ન્યૂઝ વીરપુર
યાત્રાધામ વીરપુરના મેવાસા રોડ ઉપર આવેલ ખેતરોમાંથી 15 થી 20 જેટલા ખેડૂતોના ખેતરોમાં તસ્કરોએ કેબલની ચોરી કરતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે, અત્યારે હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે અને વરસાદના કારણે એક તો કુદરતનો માર છે ત્યારે બીજી બાજુ ખેડૂતો એ ખેતરોના કૂવામાં તેમજ પાણીના દારમાં ઉતારેલી મોટરના કેબલ ચોરી થતાં ખેડૂતોને ડબલ માર સહન કરવાનો વારો આવ્યો છે.
- Advertisement -
સાથે જ અગાઉ પણ યાત્રાધામ વીરપુરમાં છેલ્લા એક વર્ષમાં 80 થી 90 જેટલા ખેડૂતોના ખેતરોમાંથી કેબલની ચોરી થઈ છે,સાથે જ ખેડૂતો દ્વારા અનેક વખત પોલીસ ને જાણ પણ કરવામાં આવે છે પરંતુ પોલીસ તંત્ર કોઈ નક્કર કામગીરી ન કરતુ હોવાના આક્ષેપો ખેડૂતોએ કર્યા હતા,તેમજ ખેડૂતોએ પોલીસ ને હાલ કેબલ ચોરી થઈ હોવાની રજુઆત તેમજ ફરિયાદ કરવા છતાં હજુ સુધી પોલીસ દ્વારા કોઈ સ્થળ તપાસ કે પંચનામું પણ કરવામાં ન આવ્યું હોવાના ખેડૂતોએ આક્ષેપો કર્યા હતા,સાથે ખેડૂતોના ખેતરોમાંથી કેબલની ચોરી થતી હોવાથી એક ખેડૂતને 10 હજાર રૂપિયા જેવું નુકશાન ભોગવવાનો વારો આવે છે.