યુનીવર્સીટી પોલીસે એક જ કેસ સંદર્ભે બે અલગ અલગ ગુના નોંધી તપાસ હાથ ધરી
નાણાવટી ચોક હોકર્સ ઝોનમાં દેરાણી-જેઠાણીને મારી નાખવાની ધમકી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના રૈયાધારમાં રહેતા નમ્રતાબેન હિતેષભાઈ સુનીલભાઈ ધામેલિયા ઉ.25એ અજયસીહ દોલુભા ચુડાસમા, મનીયો પાઉં અને હરિયો ડોડીયા સામે યુનીવર્સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે હું ઉપર બતાવેલ સરનામે મારા પરિવાર સાથે રહુ છુ ગઈ તા-24/08ના રાત્રીના હું તથા મારી દેરાણી નીશીતાબેન એમ અમો બંને અમારા ઘરેથી નાણાવટી ચોક પાસે આવેલ હોકર્સ ઝોનમાં જમવાનુ લેવા ગયા હતા ત્યા અજયસિંહ, મનિયો તથા હરીયો બેઠા હોય અમને જોઈને આ ત્રણેય અમારી પાસે આવીને બોલાચાલી કરવા લાગેલ અને કહેલ કે તારી સાસુ સુધાબેન તથા તારો પતિ હિતેશ અમને ગાળો આપે છે તેને સમજાવી દે જે અમારી સાથે સીધી રીતે રહે આમ કહેતા અમે કહેલ કે તમો અમારી સાથે ઝઘડો ન કરો તો આ ત્રણેયે એકદમ ઉશ્કેરાઈ બંને દેરાણી જેઠાણીને જેમ ફાવે તેમ ગાળો દેવા લાગેલા અને અને કહેલ કે હવેથી સીધી રીતે નહિ રહો તો તમને જાનથી મારી નાખીશુ તેમ ધમકી આપવા લાગતા ત્યા બધાં લોકો ભેગા થઈ ગયા હતા જેથી આ ત્રાણેય જણા ત્યાથી નિકળી ગયેલ હતા જેથી ત્રણેય વિરુધ્ધ ફરીયાદ નોંધાવી હતી.
- Advertisement -
જયારે આ ઘટના બાદ ફરિયાદીના સાસુ અને કુખ્યાત ડ્રગ પેડલર સુધા સુનીલભાઈ ધામેલીયા અને પ્રકાશ ડાયાભાઇ જાદવ નામના શખસનો એક ગાળો બોલતો વિડીયો વાયરલ થયો હતો જેમાં અજય ચુડાસમા નામના શખસને આ કુખ્યાત પેડલર બેફામ ગાળો ભાંડતી હોય તેવું જોવા મળ્યું હતું જેથી આ વાયરલ વિડીયો આધારે યુનીવર્સીટી પોલીસ સ્ટેશનના પ્રતાપસીહ મોયા સહિતે તપાસ કરી હતી જેમાં જાહેર રોડ ઉપર લોકોની અવરજવર વચ્ચે આ રીતે ગાળાગાળી કરી ભયનો માહોલ ઉભો કર્યો હોય જેથી આ અંગે બંને સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.