મયુરસિંહ રાણાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કરી
સપ્ટેમ્બર 2021માં મયુરસિંહ રાણા તેના મામાના ઘરે રવિરત્ન પાર્કમાં ગયા હતા ત્યારે પાર્કિંગ મુદ્દે થઈ હતી બબાલ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના પ્રખ્યાત લોકસાહિત્યકાર દેવાયત ખવડ વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જાનથી મારી નાખવાની ધમકી અંગે ફરિયાદ થઈ છે. કાલાવાડ રોડ પર આવેલી વિષ્ણુવિહાર સોસાયટીમાં રહેતા અને ક્ધસ્ટ્રક્શનનું કામ કરતા મયુરસિંહ સંપતસિંહ રાણાએ આ ફરિયાદ નોંધાવી છે.
યુનિવર્સિટી પોલીસને આપેલી અરજી મુજબ તા. 23-9-2021ના રોજ મયુરસિંહ રાણા તેમના કૌટુંબિક મામાને ત્યાં બેસવા ગયા હતા. જે યુનિવર્સિટી રોડ પર આવેલા રવિરત્ન પાર્કમાં દેવાયત ખવડના ઘરની બાજુમાં રહે છે. ત્યારે દેવાયત ખવડે અમારા કૌટુંબિક મામાના ઘર સામે ગાડી પાર્ક કરી દીધી જે અમને નડતરરૂપ થતી હચતી. ત્યારે અમે દેવાયત ખવડને ત્યાંથી ગાડી હટાવી લેવા માટે જણાવ્યું. પરંતુ દેવાયત ખવડે અમારી સાથે બોલાચાલી કરીને રિવોલ્વર કાઢી ધમકી આપી કે, “હું દેવાયત ખવડ છું મને ભડાકા કરતા વાર નહીં લાગે, તારાથી થાય તે કરી લે ત્યાંથી ગાડી નહીં હટે. પોલીસ તો અમારી મુઠ્ઠીમાં છે જો કે, ત્યારપછી પોલીસે આ બાબતનું સમાધાન કરાવી દીધું. પરંતુ દેવાયત ખવડ વારંવાર કૌટુંબિક મામાના ઘરે જઈને તોછડાઈ પૂર્વકનું વર્તન કરતા રહે છે. આ બાબતને એક વર્ષથી વધુનો સમયગાળો વીત્યો છતા કંઈકને કંઈ રીતે ઝઘડો કરી ઈરાદાપૂર્વક અપમાન કરે છે. તો દેવાયત ખવડ વિરુદ્ધ જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાથી આરોપી સામે ગુનો નોંધવા અરજી છે.
શું દેવાયત ખવડ મંત્રી છે કે, તેના પર રાજકીય નેતાનાં આશીર્વાદ છે?
મયુરસિંહ રાણાની અરજી પહેલા દેવાયત ખવડે આપેલી અરજી સ્વીકારીને પોલીસ દોડતી થઈ ગઈ છે. બુધવારે વડાપ્રધાનનો કાર્યક્રમ હોવાથી પોલીસ તંત્ર દોડધામમાં છે. છતા પણ પોલીસ દેવાયત ખવડની અરજીને લઈને મયુરસિંહ રાણાને હાલ શોધી રહી છે. ત્યારે સવાલ એ થાય કે, પોલીસ તંત્ર દેવાયત ખવડની અરજીમાં આટલો રસ કેમ લ્યે છે? શું દેવાયત ખવડ કોઈ મંત્રી છે? કે, કોઈ રાજકીય નેતાઓના તેના પર આશીર્વાદ છે.
- Advertisement -
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પણ મજાક ઉડાવી હતી દેવાયત ખવડે
દેવાયત ખવડે સોશિયલ મીડિયા પર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પણ મજાક ઉડાવી હતી. તેમણે એક રીલ બનાવી હતી જેમાં તે બોલે છે કે, અમને તો એમ હતું કે, જમી લીધું હશે તમે બાકી હોય તો હાલોને ફ્રાય ફ્રેંચી ખવડાવું. વિજય રૂપાણીએ એક વખત બનાસકાંઠામાં પોતાના ભાષણમાં ફ્રેન્ચ ફ્રાઈઝના બદલે ફ્રાય ફ્રેંચી શબ્દનો ઉપયોગ કર્યો હતો.
અનેક મંચ પરથી માફી પણ માંગી ચૂક્યા છે
દેવાયત ખવડ અનેક વખત જાતિ, જ્ઞાતિ અને વ્યક્તિગત ટિકા ટિપ્પણી પણ કરી ચુક્યા છે જેને લઈને અનેક વખત ડાયરાના મંચ પરથી માફી પણ માંગવી પડી છે. દેવાયત ખવડ સતત કોઈને કોઈ રીતે વિવાદમાં આવતા રહે છે.
દેવાયત ખવડ ઘણાં વિવાદમાં ફસાઈ ચૂક્યો છે
અગાઉ પણ પાડોશીની મેટરમાં વચ્ચે કૂદી પડતા ધોકા લઈને ઉતરી પડ્યા હતા. ત્યારે પણ કાર પાર્કિંગ મુદ્દે એક સરકારી કર્મચારી અને ગવર્નમેન્ટ કોન્ટ્રાક્ટર વચ્ચે રકઝક ચાલી રહી હતી. ત્યારે ગવર્નમેન્ટ કોન્ટ્રાક્ટરે દેવાયત તેનો મિત્ર હોવાથી રૌફ જમાવ્યો હતો. આમ દેવાયત પણ વિવાદમાં વચ્ચે કૂદી ગયો હતો. અને હાલમાં લોકસાહિત્યકાર બ્રિજરાજદાન ગઢવી સાથે પણ શાબ્દિક બોલાચાલી કરી હતી.