ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરમાં આવેલ લોલ નદીમાંથી પાણી ચોરી થતી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જૂનાગઢ શહેરનાં મનીષ નંદાણીયા સમગ્ર બનાવનો પર્દાફાશ કર્યો હતો. મનીષ નંદાણીયાના જણાવ્યા મુજબ જૂનાગઢ શહેરમાં સીએનજી ગેસની પાઇપલાઇનનું કામ કરતી ટોરેન્ટ ગેસ એજન્સીના કોન્ટ્રાકટર દ્વારા લોલ નદીમાંથી પાણી ચોરી કરવામાં આવતી હોવાની ફરિયાદ કરી હતી. જેમાં કોન્ટ્રાકટર દ્વારા રોજના 150થી 200થી વધુ ટેન્કર પાણી ચોરી કરવામાં આવી રહી છે. તેમજ કંપનીમાં વપરાતુ પાણી જયારે પ્રદુષિત થાય છે તેને પાછુ નદીમાં ઠાલવવાથી લોલ નદી પ્રદુષિત થવાના કારણે આસપાસના બોર કુવા પણ પ્રદુષિત થાય છે ત્યારે આ લોલ નદીનું પાણી આસપાસના ખેડૂતો સિચાઇ માટે વાપરે છે જો કોન્ટ્રાકટર દ્વારા રોજ 200 જેટલા ટેન્કરથી પાણી ઉપાડવામાં આવે તો ઉનાળાની સિઝનમાં નદીનુ પાણી સુકાય જવાથી ખેડૂતોને સિંચાઇના પાણી માટે મુશ્કેલી ઉભી થશે. ત્યારે પાણી ચોરીને અટકાવી જોઇએ તેવી માંગ ઉઠી હતી.
લોલ નદીમાંથી પાણી ચોરી થતાં ફરિયાદ
