37 જેટલા કેન્દ્રો પર બેઠક વ્યવસ્થા : પરીક્ષાખંડમાં મોબાઈલ સહિતના ઉપકરણો લઈ જવા પર પ્રતિબંધ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી) દ્વારા આગામી રવિવાર તા.7ના રોજ નાયબ મામલતદાર- નાયબ સેકશન અધિકારીની જગ્યાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવનાર છે. રાજકોટ સેન્ટરમાં આ પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં લેવાય તે માટે તમામ તૈયારીઓને જીલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશના માર્ગદર્શન હેઠળ આખરી ઓપ આપી દેવામાં આવેલ છે.
- Advertisement -
રાજકોટ સેન્ટરમાં 37 જેટલા કેન્દ્રો પરથી આ પરીક્ષા લેવામાં આવનાર છે. 7000 જેટલા ઉમેદવારો આ પરીક્ષામાં બેસનાર છે. આ પરીક્ષા દરમ્યાન ગેરરીતિ અને ચોરીના કિસ્સાઓ ન બને તે માટે ખાસ પ્રબંધો કરવામાં આવેલ છે. આ પરીક્ષામાં સવારના 11થી 1 કલાક દરમ્યાન ઓબ્જેકટીવ પ્રશ્નો સાથેનું પેપર લેવામાં આવશે.
આ પરીક્ષા દરમ્યાન ઉમેદવારોને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે આયોજન કરવામાં
આવેલ છે. પરીક્ષા ખંડમાં મોબાઈલ સહિતના ઉપકરણો લઈ જવા પર પ્રતિબંધ કરાયેલ છે.