ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ઊંચું જતાં રોકાણકારોને થશે બમ્પર ફાયદો
- Advertisement -
315થી 331 રૂપિયા પ્રતિ શેરની પ્રાઈસ બેન્ડ: આઈપીઓ મારફતે રૂ.1 હજાર કરોડનું ભંડોળ એકત્ર કરાશે
સીએનસી ઓટોમેશનના શેર માટે ગ્રે માર્કેટમાં પ્રીમિયમ પ્રતિ શેર રૂ.76-80 ૠખઙ: 400 રૂપિયાને પાર લિસ્ટિંગ થવાની સંભાવના
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની જ્યોતિ સીએનસી ઓટોમેશનનો આઈપીઓ ઓપન થયો છે. રોકાણકારો 11 જાન્યુઆરી સુધી આ આઈપીઓ સબસ્ક્રાઈબ કરી શકશે. જ્યોતિ સીએનસી મશીન ઉત્પાદક કંપનીએ 315 રૂપિયાથી 331 રૂપિયા પ્રતિ શેરની પ્રાઈસ બેન્ડ નક્કી કરી છે. આ બુક બિલ્ડિંગ ઈશ્યુ બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ થશે. જ્યોતિ સીએનસી ઓટોમેશનના શેર માટે ગ્રે માર્કેટમાં પ્રીમિયમ શરૂ થઈ ગયું છે. હાલમાં પ્રતિ શેર 76-80 રૂપિયા જીએમપી ચાલે છે.
જ્યોતિ સીએનસી ઓટોમેશનના શેર માટે ગ્રે માર્કેટ પ્રીમિયમ પ્રતિ શેર 76-80 રૂપિયા ચાલે છે. આ શેરની પ્રાઈસ બેન્ડ 315 રૂપિયાથી 331 રૂપિયા પ્રતિ શેર છે. જ્યોતિ સીએનસીનો પબ્લિક ઈશ્યુ 9 જાન્યુઆરીએ ખુલ્યો છે અને 11 જાન્યુઆરી સુધી ઓપન રહેશે. કંપની આ ઈશ્યુ દ્વારા બજારમાંથી 1000 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે.
આ પબ્લિક ઈશ્યુમાં રોકાણકારો ઓછામાં ઓછા 45 શેર અને પછી તેના ગુણાંકમાં બિડ કરવાની રહેશે. ટી+3 લિસ્ટિંગ શિડ્યુલના કારણે 12 જાન્યુઆરીએ શેર એલોટમેન્ટ કરવામાં આવે તેવી શક્યતા છે. જ્યોતિ સીએનસીના આઈપીઓ માટે લિંક ઈનટાઈમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડને સત્તાવાર રજિસ્ટ્રાર તરીકે નિયુક્ત કરવામાં આવી છે. 16 જાન્યુઆરી 2024ના રોજ જ્યોતિ સીએનસીના શેર બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ થવાની સંભાવના છે.
મોટાભાગના એક્સપર્ટ આ આઈપીઓ માટે સબસ્ક્રાઈબ રેટિંગ આપે છે. નાણાકીય વર્ષ 2024ના પ્રથમ છ મહિનામાં કંપનીએ 3.35 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. જ્યારે તેની કુલ આવક 510 કરોડ હતી. આ આઈપીઓમાંથી જે રકમ મળશે તેનો ઉપયોગ લોનના પ્રિપેમેન્ટ અને રિપેમેન્ટ માટે કરવામાં આવશે. લોન ચૂકવવા માટે 475 કરોડ રૂપિયાનો ઉપયોગ થશે જ્યારે 360 કરોડની વર્કિંગ કેપિટલનો ઉપયોગ કરાશે.
રિલાયન્સ સિક્યોરિટીઝે જ્યોતિ સીએનસીના ઈશ્યુ માટે સબસ્ક્રાઈબ રેટિંગ આપ્યું છે. બ્રોકરેજ કંપનીએ જણાવ્યું કે માર્કેટ હિસ્સામાં વધારો, ઈન્ડસ્ટ્રીની વધતી માંગ અને ડાઈવર્સિફાઈડ હાજરીના કારણે કંપની સારી સ્થિતિમાં છે. કંપની પાસે હાલમાં 3310 રૂપિયાની ઓર્ડર બૂક છે. તેથી લાંબાગાળા માટે આ ઈશ્યુને સબસ્ક્રાઈબ કરવો જોઈએ. વેન્ચુરા સિક્યોરિટીઝ, મારવાડી શેર્સ એન્ડ ફાઈનાન્સ તથા મહેતા ઈક્વિટીએ પણ આ બૂક બિલ્ડિંગ ઈશ્યુને સબસ્ક્રાઈબ રેટિંગ આપ્યું છે. એસએમસી ગ્લોબલ સિક્યોરિટીઝ અને સ્વસ્તિક ઈન્વેસ્ટમાર્ટ આ પબ્લિક ઈશ્યુ માટે ન્યુટ્રલ રેટિંગ ધરાવે છે.
- Advertisement -
મિસાઈલથી લઈ સેટેલાઈટ બનાવતી કંપનીઓ જ્યોતિ CNGની કસ્ટમર
ખાસ-ખબર સંવાદદાતા
જ્યોતિ સીએનસી પાસે પ્રીમિયમ કસ્ટમરો છે જેના કારણે આઈપીઓ માર્કેટમાં તેનું પરફોર્મન્સ સારું રહેશે એવી આશા છે. કંપનીના કસ્ટમરમાં ઈસરો, યુનિપાર્ટ્સ ઈન્ડિયા, ભારત ફોર્જ, શક્તિ પમ્પ, બ્રહ્મોસ એરોસ્પેસ, ટાટા એડવાન્સિસ સિસ્ટમ, રોલેક્સ રિંગ્સ, બોશ લિમિટેડ વગેરેનો સમાવેશ થાય છે. કંપની રાજકોટ અને ફ્રાન્સમાં પ્લાન્ટ ધરાવે છે. આ ઉપરાંત રોમાનિયા, ફ્રાન્સ, પોલેન્ડ, બેલ્જિયમ, ઈટાલી અને યુકેમાં સેલ્સ એન્ડ સર્વિસ સ્ટેશન ધરાવે છે.
જ્યોતિ CNC ઓટોમેશનના રાજકોટ અને ફ્રાન્સમાં પ્લાન્ટ
ગુજરાત સ્થિત કંપની જ્યોતિ સીએનસી ઓટોમેશન એ કમ્પ્યુટર ન્યુમેરિકલ કંટ્રોલ (ઈગઈ) મશીનોનું ઉત્પાદન કરતી સૌથી મોટી કંપનીઓમાંની એક છે, જે રાજકોટ અને ફ્રાન્સમાં પ્લાન્ટ ધરાવે છે. આ કંપની જાન્યુઆરી 1991માં શરૂ કરવામાં આવી હતી. હાલમાં તે ભારતમાં ઈગઈ મશીનો સપ્લાય કરતી બીજી સૌથી મોટી કંપની છે.
આકરી મહેનત અને સચોટ કામગીરીના કારણે કંપનીના ફાઉન્ડર પરાક્રમસિંહ જાડેજાએ જબરી સફળતા મેળવી
ગુજરાતના રાજકોટને મશીન ટૂલ્સ માટેના વેપાર અને આયાત-નિકાસનું હબ ગણવામાં આવે છે. રાજકોટમાં અસંખ્ય મશીન ટૂલ્સ બનાવતી કંપનીઓ પોતાની પ્રોડક્ટ દેશ-વિદેશમાં સપ્લાય કરે છે. રાજકોટમાં આવી જ એક જ્યોતિ સીએનસી કંપની છે. જેના ફાઉન્ડર પરાક્રમસિંહ જાડેજાએ આકરી મહેનત અને સચોટ કામગીરીના કારણે થોડા જ વર્ષોમાં જબરી સફળતા મેળવી છે. એટલુ જ નહીં ફ્રાન્સની દોઢ સદી જૂની જાયન્ટ યુરોન કંપનીને પણ ટેકઓવર કરી છે. પરાક્રમસિંહ જાડેજા આજે અઢળક દેશોમાં જ્યોતિ સીએનસીના મશીન સપ્લાય કરે છે.