રાજકોટ : મહિલા અને બાળકલ્યાણ વિભાગના કમિશનર કે.કે.નિરાલાએ રાજકોટ તાલુકાની પરાપીપળીયા આંગણવાડીની મુલાકાત લીધી હતી.
ઓગસ્ટ માસના પ્રથમ સપ્તાહને “વિશ્વ સ્તનપાન સપ્તાહ” તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ ઉજવણી નિમિત્તે કમિશનર કે. કે. નિરાલાએ પરાપીપળીયા ખાતેની આંગણવાડીમાં નોંધાયેલ સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને “ટેક હોમ રાશન”ના ફાયદાઓ વિશે વિસ્તૃત સમજણ આપી હતી અને તેમની સાથે પ્રશ્નોત્તરીના માધ્યમથી રાજ્ય સરકાર દ્વારા સગર્ભા અને ધાત્રી માતાઓને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી આરોગ્ય વિષયક સવલતોની જાણકારી આપી હતી.
- Advertisement -
કમિશનર નિરાલાએ આંગણવાડી પરિસરમાં આવેલા ન્યુટ્રી ગાર્ડનનું નિરીક્ષણ કર્યું હતું, અને સગર્ભા બહેનો તથા ધાત્રી માતાઓને કઠોળની ટોપલીનું વિતરણ કર્યું હતું.
કમિશનરની મુલાકાત વેળાએ પ્રોગ્રામ ઓફીસર જીજ્ઞાશાબેન દવે, રાજકોટ ગ્રામ્યના સી.ડી.પી.ઓ. મનિષાબેન રાઠોડ, પ્રોગ્રામ આસિસ્ટન્ટ હેતલબેન શાહ તથા લાભાર્થીઓ અને આંગણવાડી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.