પરબનાં મહંત કરશનદાસ બાપુએ પોલીસનો આભાર માન્યો
ખાસ-ખબર સંવાદદાતા
ભેંસાણ તાલુકાનાં પરબવાવડી પરબધામ ખાતે અષાઢી બીજનો મેળો યોજાયો હતો.જેમાં ધર્મપ્રેમી ભક્તોને કોઈ અગવડતા ના પડે તે માટે જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ સમગ્ર વિસ્તારમાં જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવેલ હતો. પરબધામ ખાતે અષાઢી મેળામાં પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત અને પેટ્રોલિંગ રાખવામાં આવતા કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામેલ ના હતો. લોકોએ ખૂબ જ શાંતિ થી અગવડતા વગર મેળો માણેલ હતો. સામાંન્ય મોબાઈલ ચોરી સિવાય કોઈ બનાવ બનેલ ના હતા. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, ભેંસાણ પોલીસ સ્ટાફ દ્વારા સતત ખડે પગે રહી પરબધામ ખાતે આવતા ભાવિ ભક્તોને કોઈ અગવડતાના પડે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ હતી. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા પણ સતત બે દિવસ પરબધામ ની વિઝીટ કરી હતી.સુરક્ષા વ્યવસ્થા બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પરબધામના મહંત કરસનદાસ બાપુ તથા વ્યવસ્થાપકો દ્વારા પોલીસ બંદોબસ્તની સરાહના કરી હતી. સારો બંદોબસ્ત રાખવા બદલ પોલીસ વિભાગનો આભાર માનવામાં આવેલ છે.
પરબધામનાં મેળામાં પોલીસની સરાહનિય કામગીરી
