સૌથી વધુ ગર્ભવતી મહિલામાં 7437 કેસ જ્યારે અકસ્માતના 2123 કેસ એટેન્ડ કરાયાં
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.4
ગીર સોમનાથ જિલ્લામાં કુલ 15 ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ કાર્યરત છે. જેના માધ્યમથી વર્ષ 2024માં કુલ 19,078 કેસ એટેન્ડ કરી અને માનવજીવન બચાવ્યાં છે. જિલ્લા 108 ઇમર્જન્સીના અધિકારી વિશ્રુત જોશીએ જણાવ્યું કે, 108 ઈમરજન્સી સેવાની ટીમ 24ડ્ઢ7 ઇમરજ્ન્સી સેવા પુરી પાડવા કટીબધ્ધ છે. 108 સેવા દ્વારા અનેક લોકોને કટોકટીની પળોમાં મહામૂલી માનવ જિંદગીને બચાવવાની ઉમદા કામગીરી કરી છે અને છેલ્લા 1 વર્ષમાં 19,078 જેટલા લોકોએ આ સેવાનો લાભ લીધો છે. સૌથી વધુ ગર્ભવતી મહિલાઓના 7,437 કેસ અને અકસ્માતના 2,123 કેસ એટેન્ડ કરાયાં છે. જિલ્લાની 108 સેવા કોઈપણ ઈમરજન્સી કે જે સ્વાસ્થ્ય સંબંધિત, ગુના સંબંધીત કે આગ સંબંધીત હોય તો મદદ મેળવવા 108ને ચોક્ક્સપણે ફોન કરવા એમણે અનુરોધ કર્યો હતો.
- Advertisement -
108 સેવા ગુજરાતમાં શરૂ કરવા અને સતત સહયોગ બદલ ગુજરાત રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરી અને રાજ્યના લોકોએ સભાનતા અને જવાબદારી પૂર્વક આ સેવાનો જરૂરિયાતના સમયે બહોળો ઉપયોગ કરવા અપીલ કરી હતી. જિલ્લામાં 1 આઇસીયુ વાન સહિત કુલ 15 ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ કાર્યરત છે. અલગ અલગ પ્રકારના 19,078 કેસ એટેન્ડ કર્યા છે. જેમાં પેટ દર્દના 1501, એલર્જી રિએક્સનના 36, શ્વાસ લેવામાં તકલીફ હોય તેવા 1,064, હૃદય સંબધિત 1,264, ઉચ્ચ તાવના 574, પ્રસુતિને લગતા 7,437 તેમજ અન્ય બીમારી અને અકસ્માતના મળી વર્ષ 2024માં અત્યાર સુધીમાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સે કુલ 19,078 કેસ એટેન્ડ કર્યા છે.