વેરાવળ ખાતે રેડ ક્રોસ બ્લડ સેન્ટર અને આરોગ્ય ભવન ખાતે કોમ્પોનન્ટ બ્લડ સેન્ટર, ફિઝિયોથેરાપી સેન્ટર, ડેન્ટલ ક્લિનિક, પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર, ફર્સ્ટ એઇડ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલિમ વિગેરે સેવાઓ ઉપલબ્ધ છે. જેમાં વધુ એક આરોગ્ય સેવાનો ઉમરો કરી રાહત દરે પેથોલોજી લેબોરેટરીનો વિધીવત પ્રારંભ આજરોજ ગુરુપૂર્ણિમાના શુભ દિને એટલે કે તા.21/07/2024 રવિવારે સવારે 10 કલાકે શ્રી જીતેન્દ્રભાઇ તન્નાના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સેન્ટરના ચીફ મેડિકલ ઓફિસર ડો.આર.એમ.સોઢા સાહેબ, પેથોલોજી ડોક્ટર શ્રીમતિ ખેવનાબેન કારાવડીયા, વિક્રમભાઇ તન્ના અને શ્રીમતી શોભાબેન તન્ના, બીપીનભાઇ સંઘવી, ડો.એસ.એમ પોપટ તથા શ્રીમતી જશ્મા ગીરીશ ઠક્કર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થામાં રેડ ક્રોસ – ગીર સોમનાથના ચેરમેન કિરીટભાઇ ઉનડકટની આગેવાની હેઠળ સમીર ચંદ્રાણી, પરાગ ઉનડકટ, ગીરીશ ઠક્કર, કમલેશ ફોફંડી, ચિરાગ કારીયા, સંજય દાવડા, મહેશ શાહ, ગીરીશ વોરા, અતુલ કાનાબાર, અનિષ રાચ્છ, વિમલ ગજ્જર, રાજુભાઇ પટેલ તથા નારણ ધારેચા જોડાયા હતા. રેડ ક્રોસ સેન્ટરના સ્ટાફ સભ્યો પણ પેથોલોજી લેબોરેટરીના સેવા કાર્યવાહીમા લાગી ગયા હતા.આ પેથોલોજી લેબોરેટરીમાં બ્લડ, યુરીન વિગેરેના ટેસ્ટ અધતન સાધનોથી રાહતદરે કરવામાં આવશે જેનો જાહેર જનતાએ લાભ લેવા રેડ ક્રોસ દ્વારા નમ્ર અપીલ કરવામાં આવે છે.