આજથી સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા નવા શૈક્ષણિક સત્રની સાથે 53959 વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ છે. સૌથી વધુ ઉમેદવારો 18401 બી.કોમ.-5માં જ્યારે બી.એ.-5માં 15056 ઉમેદવાર પરીક્ષા આપશે. આજરોજ શરૂ થતી રાજકોટ સૌરાષ્ટ્ર યુનિ.ની પરીક્ષા આપવા શિવાંગી બગથરિયા નામની કન્યા પોતાના લગ્નના દિવસે જ પહેલા પરીક્ષા આપવા પરીક્ષાખંડમાં પહોંચી હતી.
નવા નવા ન્યૂઝના વિડિઓ અને સમાચાર મેળવવા અમારા ઓફિશ્યિલ ખાસ-ખબર Facebook પેજને લાઈક, ફોલ્લૉ અને શેર કરો.
- Advertisement -
FACEBOOK – https://www.facebook.com/rajkotkhaaskhabar/?ref=pages_you_manage
પરીક્ષામાં થતી ગેરરીતિ અટકાવવા માટે 130 કેન્દ્ર પર 60થી વધુ ઓબ્ઝર્વરની નિમણૂક કરાઈ
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દિવાળી વેકેશન ખૂલતાની સાથે જ આજથી અલગ અલગ 35 પરીક્ષા શરુ થવા પામી છે. જેમાં 130 પરીક્ષા કેન્દ્ર પરથી 53959 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ઉલ્લેખનીય છે કે પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓ પૈકી કેટલા વિધાયર્થીઓ વેક્સિનેટેડ છે અને કેટલા નથી તે અંગે કોઇ માહિતી યુનિવર્સિટી પાસે ઉપલબ્ધ નથી પરંતુ આ સાથે ઓફલાઇન પરીક્ષામાં કોઇ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થશે તો તેની જવાબદારી કોણ લે શે તે અંગે પણ સવાલો વિદ્યાર્થીઓ અને વાલીઓના મનમાં સતાવી રહ્યા છે.
- Advertisement -
તસવીર : રાજુ બગડાઇ
આજથી શરૂ થનાર પરીક્ષા અગાઉ 18 ઓક્ટોબરથી લેવા નિર્ણય કર્યો હતો જો કે વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવતા આજથી પરીક્ષા શરૂ કરવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓને વાંચનનો પૂરતો સમય મળેલ છે. આજે ઓલ્ડ ન્યૂ કોર્સના સેમેસ્ટર 3,5 અને 7 ની પરીક્ષા લેવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બી.કોમ. રેગ્યુલર-એક્સ્ટર્નલ વર્ષ 2016 અને 2019 ના 18401 જયારે બી.એ.માં 15056 વિદ્યાર્થીઓની પરીક્ષાનો સમાવેશ થાય છે. આ સિવાય સેમ.5 ના બી.એસસી.ના 4279, બી.સી.એ.ના 2522, બી.બી.એ.ના 2452, એલ.એલ.બી.ના 1822 છાત્રોની પરીક્ષા લેવામાં આવશે. આ ઉપરાંત બી. એ.એલ.એલ.બી. સેમ.3ના વર્ષ 2021 ના 1, સેમ.4 અને 7 ના 2015 ના વર્ષના 1-1 જયારે સેમ.9 ના 1 છાત્ર પરિક્ષા આપશે.
નવા નવા ન્યૂઝના વિડિઓ અને સમાચાર મેળવવા ખાસ-ખબરના ઓફિશ્યિલ INSTAGRAM પેજને ફોલ્લૉ કરો અને શેર કરો.
INSTAGRAM – https://instagram.com/rajkotkhaaskhabar?utm_medium=copy_link
આ સાથે એલ.એલ.એમ. અને એચ.આર.સેમ.3, બી.આર.એસ. સેમ.3 અને 5. બી.એસસી.આઈ.ટી. સેમ.5, બી.એચ.ટી.એમ. સેમ.5 અને 7, બી. પી.એ., બી.એસસી. બાયોઇન્લે, હોમસાયન્સ, બી.એસ.ડબલ્યુ. સેમ.5ના છાત્રોની પરીક્ષાનું આયોજન કરવામા આવ્યું છે.