માળાખાકીય વિકાસ માટે મહત્વના બન્ને ક્ષેત્રો ગણ્યા – ગાંઠ્યા લોકોના જ હાથમાં હોવાની ગર્ભિત ટકોર
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.22
દેશભરમાં રસ્તાઓની ખરાબ હાલત નબળી ડિઝાઇન-નબળા કામને કારણે વધતા અકસ્માતો મામલે આક્રમક વિધાનો કરનારા કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ હવે લોખંડ-સિમેન્ટ ગ્રુપ પર તોપ તાકી છે. સ્ટીલ સિમેન્ટ ક્ષેત્રમાં પ્રવર્તતી કાર્ટેલ મોટી સમસ્યા બની હોવાનું જાહેર કર્યું છે.
- Advertisement -
નીતિન કડકરીએ જણાવ્યું હતું કે, સ્ટીલ તથા સિમેન્ટ ક્ષેત્ર વચ્ચેની સાંઠગાંઠ દેશ તથા દેશના માળખાકિય વિકાસ માટે મોટી સમસ્યા છે. દેશના માળખાકીય વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા બન્ને ક્ષેત્રોમાં બહુ ઓછી કંપનીઓ છે અને તેમની વચ્ચે સાંઠગાઠ છે. સ્ટીલ અને સિમેન્ટ ક્ષેત્ર અમુક ચોક્કસ લોકોના જ હાથમાં છે અને તેઓ કાર્ટેલ રચીને ‘ભાવ’ નક્કી કરે છે.
તેઓએ જણાવ્યું હતું કે, સ્ટીલ અને સિમેન્ટ ક્ષેત્રની સાંઠગાઠ-કાર્ટેલ તોડવા માટે ફાઇબર આધારિત પ્લાસ્ટીક મહત્વનો વિકલ્પ બની શકે છે અને આ ક્ષેત્રને તમામ પ્રકારની મદદ કરવા માટે સરકારની તૈયારી છે. ફાઇબર બેઇઝડ પ્લાસ્ટીક કંપનીઓને ઉત્પાદન કિંમત ઓછી રાખવા તેઓએ આગ્રહ કર્યો હતો જેથી અન્ય પ્રોડક્ટ કરતા ખર્ચ 20-25 ટકા ઓછો થઇ શકે.માર્ગ કોન્ટ્રાક્ટરોને જેલમાં ધકેલવા જવા આક્રમક વિધાન કરનાર કેન્દ્રીય મંત્રીના આ નિવેદનને સૂચક ગણવામાં આવે છે. સિમેન્ટ-સ્ટીલ કંપનીઓની સાંઠગાંઠ જાણીતી છે, ઉંચા ભાવ સામે વખતોવખત વિરોધ પણ ઉઠતો હોય છે.