આઠ દિવસમાં સરકારી જમીનો ખાલી નહીં કરે તો ફરશે બુલડોઝર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.21
લોકસભાની ચૂંટણી પૂર્ણ થતા જ જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીએ સરકારી જમીન ઉપર થયેલા ગેરકાયદે દબાણો સામે હથોડો પછાડયો છે અને રાજકોટમાં ભળેલા વાવડી તથા કોઠારીયામાં આશરે પાંચ હજાર ચોરસ મીટર જમીન ઉપર દબાઇ કરનાર 50થી વધુ દબાણકારોને કલમ 202 હેઠળ નોટિસો ફટકારી છે. અને આઠ દિવસમાં દબાણ નહીં હટાવે તો સરકારી જમીનો ઉપર ખડકાયેલા દબાણો તંત્ર દ્વારા તોડી પાડવા તાકિદ કરી છે.
- Advertisement -
તાજેતરમાં જિલ્લા કલેક્ટરે તમામ મામલતદારો પાસેથી સરકારી જમીનોમાં થયેલા દબાણોનો સરવે કરી રિપોર્ટ આપવા તમામ મામલતદારોને સૂચના આપી હતી. જેના પગલે રાજકોટ શહેરની હદમાં ભળેલા વાવડી તથા કોઠારીયામાં અંદાજે 35થી 40 કરોડની જમીન ઉપર ગેરકાયદે દબાણો થયા હોવાનો રિપોર્ટ આવ્યો હતો. આ રિપોર્ટના પગલે દબાણો હટાવવા કલેક્ટર તંત્ર દ્વારા નોટીસો ફટકારાતા દબાણકારોમાં ફફડાટ ફેલાઇ જવા પામેલ છે.
મનરેગાનો સમય બદલાયો, છાંયડા-પાણીની વ્યવસ્થા
રાજકોટ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ આ વર્ષે 25 જેટલા તળાવો ઊંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે હાલ સમગ્ર રાજ્યમાં હીટવે જેવી પરિસ્થિતિ સર્જાય છે. ધોમ તડકામાં હાલ તંત્ર દ્વારા હીટ વેની આગાહીને જોતા સમયમાં પણ ફેરફાર કરવા માં આવ્યો છે. જેમના કારણે લોકોને બપોરના સમયે કામ ન કરવું પડે જેને લઇ સવારે 7:00 થી બપોરે 1:00 વાગ્યા સુધીનો સમય રાખવામાં આવ્યું છે. પહેલા મજૂરો બે પીળીમાં કામ કરતા હતા. પરંતુ તંત્ર દ્વારા સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સાથે જ સ્થળ પર પાણીની વ્યવસ્થા અને તાત્કાલિક છાયાની વ્યવસ્થા પણ સ્થળ પર કરવામાં આવી છે સાથે સાથે સ્થળ પર જ જરૂરી દવાનો જથ્થો પણ રાખવામાં આવે છે
તેમજ ગ્રામ પંચાયતને પણ અગાઉથી જ જાણ કરવામાં આવી છે કે જ્યાં જરૂરી હિટવેને લઈ જતો રાખવામાં આવે તેમ જ મનરેગા કામગીરી ચાલી રહ્યું હોય ત્યાં દિવસમાં એક વાર આરોગ્યને તેમ પણ વિઝીટ કરે તેમ જ કામ કરતાં મજૂરોની ચકાસણી પણ કરવામાં આવે તે રીતે આખું આયોજન ગોઠવવામાં આવ્યું છે.