લોક અદાલતમાં ઇ-મેમોના દંડની રકમ પોલીસે લઇ લીધી, પણ વાહનચાલકોને રસીદ ન આપી, સાદા કાગળમાં એન્ટ્રી
પોલીસની તિજોરી છલકાઈ, 23507 લોકોએ 1.79 કરોડની દંડની રકમ ભરી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આજે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં અલગ અલગ પ્રકારના કેસોને લઇને સમાધાન પ્રક્રિયા ધ્યાનમાં રાખી લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા પાંચ દિવસથી રાજકોટ શહેરમાં ચર્ચામાં રહેલો ઈ-મેમોનો પ્રશ્ન આ લોક અદાલતમાં હલ થશે તેવું કહેવામાં આવતું હતું. પરંતુ કોર્ટ કમ્પાઉન્ડમાં કંઈક અલગ જ દૃશ્યો જોવા મળ્યા હતા. જેમાં પોલીસ વાહનચાલકો પાસેથી ઇ-મેમોના દંડની રકમ તો લઇ લીધી પણ કોઇને રસીદ આપવામાં નહીં. પોલીસ માત્ર સાદા કાગળમાં એન્ટ્રી કરતી જોવા મળી હતી. જો કે ત્યારપછી તેનો વિરોધ થતા કોર્ટના સાતમા માળે ટ્રાફિક કોર્ટમાં ઈ મેમો લેવામાં આવ્યા હતા 21 નવેમ્બર બાદના ટ્રાફિક ઈ-મેમો ન ભરનાર લોકોને નોટિસ પાઠવાઈ હતી. જેમાં આજે 23507 લોકોએ દંડ ભર્યો હતો. જેની રકમ 1 કરોડ 79 લાખ 03 હજાર 900 જેટલી થઈ છે.