નલિયા – વડોદરામાં 13 ડિગ્રીને બાદ કરતા મોટાભાગનાં સ્થળોએ 15 ડિગ્રી ઉપર લઘુતમ તાપમાન
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.27
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આજે સવારે માત્ર ગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો. માત્ર નલિયા અને વડોદરામાં તિવ્રઠંડીનો ચમકારો અનુભવાયો હતો. વડોદરામાં 13.6 અને નલિયા ખાતે 13.8 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું.
- Advertisement -
જયારે રાજકોટમાં 15.2, પોરબંદરમાં 14.5, અમરેલીમાં 14, ભાવનગરમાં 16.2, અમદાવાદમાં 16.1, ભૂજમાં 18,2, દમણમાં 17.4, ડિસામાં 16.5, દિવમાં 16.5, દ્વારકામાં 20.4, ગાંધીનગરમાં 15.5, કંડલામાં 19.3, ઓખામાં 21.6, સુરતમાં 20.3 તેમજ વેરાવળ ખાતે 20.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
જયારે જામનગર શહેરમાં સતત બીજા દિવસે લઘુતમ તાપમાનનો પારો 15.6 ડિગ્રી નોંધાયો હતો. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણમાં 8 ટકાના વધારા સાથે 69 ટકા પહોંચ્યું હતું. જયારે સુસવાટા મારતા પવનની ગતિમાં એક કિમીના ઘટાડો થતા ઠંડીમાં આંશિક રાહત લોકોએ અનુભવી હતી. છેલ્લા 24 કલાકમાં લઘુતમ તાપમાન 15.6 ડિગ્રી અને મહતમ તાપમાનનો પારો 30.8 ડિગ્રી નોંધાયો હતો.
તો શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 69 ટકા અને પવનની ગતિ પ્રતિકલાક 3.9 કિમી રહીહતી. શહેરમાં રાત્રીથી સવાર સુધીમાં ઠંડીનું સામ્રાજય છવાતું રહે છે વહેલી સવારે ધોરીમાર્ગો ઉપર ધુમ્મસ વાળુ વાતાવરણથી વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડે છે. ઉપરાંત જુનાગઢમાં બે દિવસ ઠંડી પડયા બાદ ગુલાબી ઠંડી સામાન્ય થઈ જવા પામી છે. રાત્રીના અને વહેલી સવારના ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે જયારે બપોરના ગરમીના ઉનાળા જેવી જોવા મળતા દિવસમાં બે ઋતુનો અનુભવ લોકોને થઈ રહ્યો છે.
લઘુતમ તાપમાન 15.5 ડીગ્રીએ જયારે પારો ઉપર ચડીને 19 ડીગ્રીએ થયો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 79 ટકા થઈ જવા પામ્યું હતું. બપોરના ઘટીને 27 ટકા ભેજ થવા પામેલ હતો પવનની ગતિ પ્રતિકલાક 2.6ની ઝડપે ફુંકાયો હતો.