ગુજરાત સહિત સમગ્ર વિશ્ર્વમાં સિંહ દિવસની ભવ્ય ઉજવણી થશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.8
- Advertisement -
જૂનાગઢ-સાસણ ગિર સહિત 10 થી વધારે જિલ્લામાં મુક્ત મને વિહરતા એશિયાટીક સિંહો માટે 10 ઓગસ્ટે વિશ્ર્વ સિંહ દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે સાસણ ખાતે વિશ્ર્વ સિંહ દિવસથી ઉજવણીના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહે તેવી તંત્ર દ્વારા સંભાવના વ્યકત કરવામાં આવી છે. જેની તૈયારીઓ તંત્રએ શરૂ કરી છે. વન્ય જીવ અને વન્ય સંપદાની સાથે સિંહોને બચાવવા અને તેની જાળવણી થાય અને લોકોમાં સિંહો પ્રત્યે જાગૃતા આવે તેવા હેતુસર વર્ષ 2013થી વિશ્ર્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
જેમાં ગુજરાત સહિત દેશભરમાં વિશ્ર્વ સિંહ દિવસની અલગ-અલગ રીતે ઉજવણી કરાઇ છે. જેમાં ખાસ કરીને સાસણ ખાતે વ્હેલી સવારે વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે વિદ્યાર્થીઓ દ્વારા સિંહના મુખુટા પહેરીને ગામમાં રેલી સ્વરૂપે ફરે છે ત્યાર બાદ સિંહ સદન ખાતે આવેલ હોલમાં એક સિંહ પ્રેમીઓ અને વન તંત્ર દ્વારા એક સેમિનાર અને સંવાદ કાર્યક્રમ યોજવામાં આવે છે. ત્યારે જિલ્લાભરની શાળા, સ્કૂલ, કોલેજ સહિત જગ્યાઓ ઉપર સિંહ માટે લોકોમાં અવરનેશ આવે તે માટે વિધિવ પ્રકારે કાર્યક્રમો યોજાઇ છે. જેમાં નિબંધ સ્પર્ધા, પેન્ટીંગ, ફોટોગ્રાફ સહિતના વકતવ્યો દ્વારા વિશ્ર્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જયારે આ વર્ષે 10 ઓગસ્ટે સાસણ ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિશેષ વિશ્ર્વસિંહ દિવસની ઉજવણી થનાર હોય તેના માટે જિલ્લા વહિવટી તંત્રએ કમર કસી છે.