મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલ શનિવાર તા. 26 જૂનના રોજ ગીર સોમનાથની મુલાકાતે જશે.
મુખ્યમંત્રી રૂપાણી દ્વારા આવતીકાલે સાંજે 5.45 કલાકે વેરાવળ તાલુકાના સેમરવાવ ગામે ફિલ્ટર પ્લાન્ટનું તેમજ વેરાવળ ખાતે નાયબ પોલીસ અધિકક્ષની નવીન કચેરીનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત મુખ્યમંત્રીના હસ્તે વેરાવળ- પાટણ સંયુક્ત નગરપાલિકાના જુદા જુદા વિસ્તારોમાં સ્ટ્રોમ વોટર ડ્રેઇન તથા ફૂટપાથનું ખાતમૂર્હુત પણ કરવામાં આવશે.
મુખ્યમંત્રી રૂપાણી તા. 27 જૂન રવિવારના રોજ સવારે ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરી ગુજરાતની સુખાકારી માટે પ્રાર્થના કરશે.