દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના ગુંડીપોરા ગામમાં આજે સવારથી સુરક્ષા દળ અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. કાશ્મીર જોનોના પોલીસ મહાનિરિક્ષક વિજય કુમારએ એક આતંકવાદીની માર્યા ગયાની ખાતરી આપી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ વાતની સંભાવના છે કે, આ વિસ્તારમાં એકથી વધુ આતંકવાદી છુપાયેલા છે, તેનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જયારે જમ્મૂ-કાશ્મીરના સૂત્રો દ્વારા જાણકારી મળી કે, વિશેષ ઇનપુટ મળ્યા પછી ગુંડીપોરા વિસ્તારમાં એન્કાઉન્ટર ચાલુ છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા જ સુરક્ષા દળોએ આતંકી હુમલો કરવાની કોશિશ કરી હતી, પરંતુ તેઓ અસફળ રહ્યા હતા. સુરક્ષા દળોએ આંતરરાષ્ટ્રીય સીમાની તરફથી આવી રહેલ વધુ એખ ડ્રોનને તોડી પાડયુ છે. જમ્મૂ-કાશ્મીર પોલીસએ જણાવ્યું કે, કઠુઆ જિલ્લાના રાજબાગ થાના વિસ્તારના તલ્લી હરિયા ચેક પોસ્ટમાં સીમા તરફથી આવી રહેલ એક ડ્રોનને તોડી પાડયું છે.
છેલ્લા કેટલાક દિવસથી જમ્મૂકાશ્મીરમાં આતંકી હુમલા વધી રહ્યા છે, જેથી જમ્મૂ-કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળો તેમને વળતો જવાબ આપતા તેમને ઠાર માર્યા છે. જયારે છેલ્લા કેટલાક વર્ષોમાં જમ્મૂ-કાશ્મીરની સીમા પર ડ્રોનની ગતિવિધિ વધી રહી છે. જેને જોતા આંતરરાષ્ટ્રીય સીમા અને નિયંત્રણ રેખાની પાસે તેમને તોડી પાડયા. આંતકવાદીઓ આવી રીતની કેટલીય કોશિશો કરી રહ્યા છે. કાલે જ સુરક્ષા દળોએ એક ડ્રોનને તોડી પાડયું છે.
#PulwamaEncounterUpdate: 01 #terrorist killed. #Operation in progress. Further details shall follow.@JmuKmrPolice https://t.co/uPJrX1vIXG
- Advertisement -
— Kashmir Zone Police (@KashmirPolice) May 30, 2022
આજથી શરૂ થઇ રહી છે અમરનાથ યાત્રા
અમરનાથ યાત્રા આજથી શરૂ થઇને 11 ઓગસ્ટ સુધી ચાલશે. 43 દિવસ સુધી ચાલનારી અમરનાથ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. તેને જોતા સુરક્ષા માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પ્રવાસીઓને ત્રણ લેયરમાં સુરક્ષા આપવામાં આવી રહી છે.