છત્તીસગઢના સુકમા જિલ્લામાં સુરક્ષાદળો અને નક્સલિયોની વચ્ચે થયેલા ઘર્ષણમાં ડીઆરજીના ત્રણ અધિકારીઓ શહીદ થઇ ગયા. મૃતકોમાં એએસઆઇ રામૂરામ નાગ, સહાયક કોન્સ્ટેબલ કુંજમ જોગા અને સૈનિક વંજમ ભીમાનો સમાવેશ થાય છે.
છત્તીસગઢના સુકમા જિલ્લાના જગરગુંડા પોલીસ ક્ષેત્રના જંગલોમાં સુરક્ષાદળો અને નક્સલીઓની વચ્ચે ફાયરિંગ થયાના સમાચાર છે.
- Advertisement -
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, શનિવારની સવારે જગરગુંડા પોલીસથી ડીઆજીના દળ તપાસ માટે ગયા હતા. દળ સવારે 9 વાગ્યે જગરગુંડા અને કુંદેડ ગામના મધ્યમાં હતા ત્યારે નક્સલિઓએ પોલીસ દળ પર હુમલો કરી દીધો. માઓવાદીઓએ એબુંશ લગાવી રાખ્યા હતા. જેમાં સૈનિકો ફસાય ગયા. આ હુમલામાં એક સહાયક ઉપનિરિક્ષક સહિત ત્રણ પોલીસ અધિકારીઓ શહીદ થયા હતા.
નક્સલિઓની ગોળીબારી પછી સુરક્ષાદળોએ પણ સામી કાર્યવાહી કરી હતી. તેમણે જણાવ્યું કે, આ સંબંધમાં વધારે જાણકારી મેળવવામાં આવી રહી છે. ક્ષેત્રમાં નક્સલિઓની સામે અભિયાન ચાલુ છે.