ઓનલાઇન દંડ ભરવાની સુવિધા ન હોવાનું કહેતાં મામલો બિચક્યો
કારમાં બેઠો હતો છતાં લોક કર્યાનું તબીબનું રટણ ઈઈઝટમાં ખોટું પડ્યું
ટ્રાફિક શાખાના હંગામી કર્મચારીએ હાથ ઉપાડ્યાની વાતને મળ્યું સમર્થન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં હજુ આગામી 8 તારીખથી હેલ્મેટ ફરજીયાત થવા જઈ રહ્યું છે તે પૂર્વે જ અમીન માર્ગ પર રસ્તામાં અડચણરૂપ પડેલી કારને લોક કરી દેતા ત્યારે જ કારમાલિક આવી ગયા હતા અને ઓનલાઇન દંડ ભરવાની વ્યવસ્થા ન હોવાથી પોલીસ અને પબ્લિક વચ્ચે જોરદાર ઘર્ષણ થયું હતું એક તરફ કારમાલિક તબીબે એવી રજુઆત કરી હતી કે પોતે કારમાં બેઠા હતા છતાં લોક મારી દીધું પરંતુ આ વાતને સીસીટીવીએ સમર્થન આપ્યું ન હતું જાહેર થયેલા સીસીટીવીમાં ટ્રાફિક પોલીસનો સ્ટાફ લોક કરવા આવ્યો ત્યારે પોતે દોડીને આવી કારમાં બેસી ગયા હોવાનું જોવા મળી રહ્યું છે બીજી તરફ પોલીસ સ્ટાફના ખાનગી કર્મચારીએ પોતાને માર માર્યો હોવાની વાતને સીસીટીવી દ્વારા પૂરતું સમર્થન મળ્યું હતું જો કે આ હંગામાને લઈને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. સમગ્ર ઘટનાની વાત કરીએ તો ગત સાંજે એક તબીબ અમીન માર્ગ રોડ ઉપર પોતાની કાર પાર્ક કરી દુકાનમાં વસ્તુ લેવા માટે ગયા હતા ત્યારે જ પોલીસની ટોઇંગ વેન ત્યાં આવી પહોંચી હતી જેથી તબીબ તુરંત આવી પોલીસ લોક કરે એ પહેલા ગાડીમાં બેસી કાર લઇ જવાનો પ્રયાસ કર્યો હતો આ દરમિયાન હંગામી કર્મચારીએ તેમની કારને લોક મારી દેતા તબીબ ગાડીમાંથી નીચે ઉતરી ગાડીમાં બેઠા હોય તો લોક કેવી રીતે કરી શકો કહી બોલાચાલી કરી હતી ઉશ્કેરાયેલ તબીબે ટોઇંગ વેનના કર્મચારીને ધક્કો મારી દેતા ટોઇંગ વાનના કર્મચારીએ તબીબને લાફા ઝીકી દીધા હતા અને પછી મહિલા પોલીસ હેડ કોન્સ્ટેબલએ બન્નેને છોડાવ્યા હતા આ પછી પોલીસે તેમની કાર નો પાર્કિંગમાં હોવાની દલીલ કરી હતી જેની સામે તબીબે પણ દલીલ કરી કે કોઈ જગ્યાએ નો પાર્કિંગનું સાઈન બોર્ડ કે માર્કિંગ કરેલ ન હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસે નો પાર્કિંગમાં કાર રાખવા મામલે દંડની રકમ ભરવા કહેતા ફરી વાત વણસી હતી કારણ કે તબીબે ઓનલાઇન દંડ ભરશે તેમ કહેતા ટ્રાફિક પોલીસે ઓનલાઇન દંડ લેવા માટે સુવિધા ન હોવાનું કહ્યું હતું આ પછી બનાવની જાણ થતા એએસઆઈ શુકલા સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો અને મોડે સુધી આ માથાકૂટ ચાલી હતી બનાવને પગલે લોકોના ટોળા ઉમટી પડયા હતા.
સમગ્ર ઘટનાનો CCTVએ કર્યો પર્દાફાશ
પોલીસ અને પબ્લિક વચ્ચે થયેલા ઘર્ષણના સીસીટીવી વાયરલ થયા હતા જેમાં તબીબે અગાઉ એવો આક્ષેપ કર્યો હતો કે પોતે કારમાં બેઠા હોવા છતાં લોક મારી દીધું પરંતુ સીસીટીવીએ તબીબની આ વાત ખોટી હોવાનું પ્રસ્થાપિત કરી દીધું હતું કાર પાર્ક કરેલી હતી તે પછી ટોઇંગ વાન આવી હતી અને હંગામી કર્મચારી લોક કરવા નીચે ઉતર્યો હતો પોલીસને જોઈને તબીબ દોડીને આવ્યા હતા અને કારમાં બેસી ગયા હતા આ વિડીયો જ તબીબની વાત ખોટી હોવાનું સાબિત કરી દે છે બીજી તરફ લોક મારી દેનાર હંગામી કર્મચારીને કારમાલિક તબીબે ધક્કો મારતા વાત વણસી હતી અને વળતો પ્રહાર કરી હંગામી કર્મચારીએ પણ તબીબને ફડાકા ઝીકી દીધા હોવાનું સ્પષ્ટ સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે આમ જોઈએ તો તાળી એક હાથે ન વાગે તેનું આ ઉત્તમ ઉદાહરણ આ કિસ્સો સાબિત કરી રહ્યો છે.