દેશમાં લાંબા સમયથી સમાન નાગરિક ધારાના અમલ અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને એક નોટીસ આપીને ત્રણ સપ્તાહમાં કોમન સીવીલ કોડ લાગુ કરવા અંગે સરકારનું મંતવ્ય સ્પષ્ટ કરવા જણાવ્યું છે. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ યુયુ લલીતના વડપણ હેઠળની ખંડપીઠ દ્વારા ઓલ ઇન્ડીયા મુસ્લીમ પર્સનલ લો બોર્ડ દ્વારા એક મુસ્લીમ મહિલાની અરજી પર વિરોધ કરવા સમયે આ મુદ્દો આવ્યો હતો.
મુસ્લીમ લો બોર્ડે આક્ષેપ કર્યો કે સરકાર પાછળના દરવાજેથી સમાન નાગરિક ધારો અમલમાં લાવવા માગે છે. જેમાં લગ્નની ઉમર, મુસ્લીમ સમાજમાં છૂટાછેડાના આધાર ઉપરાંત વારસદારને દતક લેવા સહિતની પ્રક્રિયાઓમાં કેન્દ્ર સરકાર દ્વારા સમાન નાગરિક ધારા મારફત સુધારા કરવા જઇ રહી છે.
- Advertisement -
ભાજપના વરિષ્ઠ નેતા અશ્વિનીકુમાર અને એક અન્ય અરજદાર દ્વારા પણ દેશમાં વિવિધ ધર્મો દ્વારા પ્રચલિત તલાક, લગ્ન વગેરે મુદે પણ કાનૂનોમાં જે વિસંવાદીતા છે તેના પ્રત્યે સુપ્રિમ કોર્ટનું ધ્યાન દોર્યું હતું અને કહ્યું કે વ્યભિચાર અંગે હિન્દુઓ,ઇસાઈઓ અને પારસીઓ માટે એક કાનૂન છે.
જ્યારે મુસ્લીમો માટે બીજો કાનૂન છે. આ ઉપરાંત છૂટાછેડા બાબતોમાં પણ દેશના નાગરિકોમાં ભેદભાવ પ્રવર્તે છે. જો કે મુસ્લીમ પર્સનલ લો બોર્ડે સમાન નાગરિક ધારાનો વિરોધ કર્યો છે હવે કેન્દ્ર સરકારના વલણ પર સૌની નજર છે.