ભરી કોર્ટમાં NCPCRને સુપ્રીમની ફટકાર
NCPCR ની દલીલ હતી કે મદરેસાઓમાં ભણેલ છાત્રને એન્જીનીયર, નૌસેના, ચિકિત્સા વગેરે પ્રોફેશનલ ક્ષેત્રમાં કેરિયર બનાવવાનો મોકો નથી મળતો
- Advertisement -
એનસીપીસીઆર- રાષ્ટ્રીય બાલ અધિકારી સંરક્ષણ આયોગને સુપ્રીમ કોર્ટે ભરી કોર્ટમાં ખખડાવી નાખી હતી. સીજેઆઈ ચંદ્રચૂડે પૂછયું હતું કે આપને મદરેસાઓમાં ધાર્મિક શિક્ષણ સામે વાંધો છે તો મઠો અને પાઠશાળાઓ અને અન્ય ધાર્મિક સ્થાનોમાં અપાતા ધાર્મિક શિક્ષણ સામે કેમ વાંધો નથી.
આ અંગેની વિગત એવી છે કે, એનસીપીસીઓ સુપ્રીમ કોર્ટમાં રજુઆત કરી હતી કે મદરેસાઓને મુખ્ય ધારાના શિક્ષણના વિકલ્પ તરીકે ન જોઈ શકાય, મદરેસા છાત્રોને નૌસેના, ચીકીત્સા, એન્જીનીયરીંગ અને અન્ય પ્રોફેશનલ ક્ષેત્રોમાં કેરિયર બનાવવાની તક નથી આપતું. સીજેઆઈ ચંદ્રચૂડની સાથે સાથે જસ્ટીસ પારડીવાલા અને જસ્ટીસ મનોજ મિશ્રા પણ સુનાવણી કરી રહ્યા હતા. બેન્ચે અલાહાબાદ હાઈકોર્ટના ફેસલાને પડકારતી અરજીઓ પર નિર્ણય સુરક્ષિત રાખીને આ ટિપ્પણી કરી હતી.
હાઈકોર્ટે મદરેસા સંબંધી 2004ના ઉતર પ્રદેશના કાનૂનને એ આધારે ગેરબંધારણીય ઠેરવ્યો હતો કે તે ધર્મ નિરપેક્ષતાના સિદ્ધાંતોનો ભંગ કરે છે. સીજેઆઈ ચંદ્રચૂડે પ્રશ્ન કર્યો હતો કે શું એનસીપીઆરે બધા સમુદાયો માટે કોઈ નિર્દેશ જાહેર કર્યો છે કે આપ બાળકોને આપની ધાર્મિક સંસ્થાઓમાં ત્યાં સુધી ન મોકલતા, જયાં સુધી તેમને ધર્મ નિરપેક્ષ વિષય ન ભણાવવામાં આવે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આપ માત્ર મદરેસાઓ માટે જ કેમ ચિંતીત છો? બધા સમુદાયો સાથે આ મામલે સમાન વ્યવહાર કર્યો છે?