જ્યાં જુઓ ત્યાં પૂતળા જ દેખાશે!
ગામમાં એક સમયે 300 લોકો રહેતા હતા, પણ ધીમે ધીમે લોકોની વસ્તી ઓછી થઈ ગઈ અને હવે તો ગામમાં લોકોની જગ્યાએ પૂતળા વધી ગયા છે
ખાસ-ખબર સંવાદદાતા
અહી વાત છે જાપાનના એક ગામની. હકીકતમાં જોઈએ તો, નગોરો નામના આ ગામમાં ખૂબ ઓછી વસ્તી છે. અહીં ઓછા લોકો રહે છે. ગામમાં એક સમયે 300 લોકો રહેતા હતા. પણ ધીમે ધીમે લોકોની વસ્તી ઓછી થઈ ગઈ અને હવે તો ગામમાં લોકોની જગ્યાએ પૂતળા વધી ગયા છે.
આ ગામની દરેક ગલી-ચોકમાં પુતળા દેખાશે અને આ પુતળાને આવા રાખવાનું કારણ ફક્ત એ છે કે, અહીં રહેતા લોકોનું એકલાપણુ દૂર થાય, ખાલીપો દૂર થાય. જાણકારી માટે બતાવી દઈએ કે, આ ઢીંગલા ઢીંગલીઓન સુકિમા આયો નામની મહિલાએ બનાવ્યા છે. તે આ ગામની જ રહેવાસી છે.
- Advertisement -
પહેલા તે ઢીંગલા બનાવતી હતી પણ ફક્ત મોજ મસ્તી માટે, પણ બાદમાં તેણે તેને પોતાનો શોખ બનાવી દીધો અને લોકોના ખાલીપો દૂર કરવાના મિશનમાં લાગી ગઈ. આ ગામમાં માણસો કરતા હવે પૂતળા વધારે દેખાય છે.
જો તેમની સ્થાનિક ભાષાનો ઉલ્લેખ કરીએ તો, તેને બિઝૂકા કહેવાય છે. તે ઘરમાં, આંગણામાં, રસ્તા પર અને ખેતરોમાં લગાવાય છે. કેટલાય લોકો તેની સાથે બેસીને પોતાની વાતો પણ શેર કરે છે.
- Advertisement -
આપને જણાવી દઈએ કે, આ ગામમાં પહેલા એક સ્કૂલ હતી, જેને હવે બંધ કરી દેવામાં આવી છે. હવે આ સ્કૂલમાં પણ પૂતળા બેઠેલા દેખાય છે. સ્કૂલમાં બાળકો જેવા પૂતળા અને ટીચરના પૂતળા રાખવામાં આવ્યા છે.
ગામના લોકોએ આ ઢીંગલાઓ ખૂબ સારી રીતે સજાવ્યા છે. તેને બનાવા માટે લગભગ એક વર્ષનો સમય લાગ્યો છે. ઢીંગલા બનાવા માટે લાકડા, પેપર, કપડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તસ્વીરોમાં જોઈ શકાય છે કે, આ ઢીંગલાને માણસોના કપડાં પહેરાવ્યા છે.