-ભારતમાં કમાણીનો આંકડો રૂ.73.27 કરોડને પાર
હોલિવુડનાં વિખ્યાત ફિલ્મ મેકર ક્રિસ્ટોફર નોલનની ફિલ્મ ‘ઓપન હેઈમર’ આજકાલ ભારત સહિત પૂરા વિશ્વમાં છવાઈ ગઈ છે. આ ફિલ્મે રિલીઝનાં 7મા દિવસે વર્લ્ડ વાઈડ 2 હજાર કરોડથી વધુની કમાણી કરી લીધી છે. જયારે ભારતમાં 73.27 કરોડ રૂપિયાનો બિઝનેસ ફિલ્મે કર્યો છે.
- Advertisement -
આ ફિલ્મ ભારતમાં હિન્દી અને ઈગ્લીશ ભાષામાં છે.ભારતમાં આ ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મમાં ગતાગમ નથી પડી. કેટલાંકને આ ડોકયુમેન્ટરી લાગી છે. ‘ઈન્ટર સ્ટેલર’, ‘ઈન્સેપ્શન’ જેવી ફિલ્મનાં સર્જક નોલનની ફિલ્મની કથા અણુ બોમ્બનાં સર્જક ઓપન હેઈમર છે. આ બાયોપીકનું એડવાન્સ બુકીંગ ઘણુ સારૂ હતું.
આજે કરણ જોહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ રિલીઝ થઈ છે. જે ‘ઓપન હેઈમર’ને કેવીક ટકકર આપશે.તે સમય જ કહેશે. રણવીરસિંહ અને આલીયા ભટ્ટ સ્ટારર આ ફિલ્મમાં જુની પેઢીના સ્ટાર્સ ધર્મેન્દ્ર, જયાબચ્ચન, શબાના આઝમીની પણ મહત્વની ભૂમિકા છે.
‘ઓપન હેઈમર’ની 7 મા દિવસની 5 કરોડની કમાણી હતી. ઓપન હેઈમરે એક વીકમાં વર્લ્ડવાઈડ કુલ 2050 કરોડ રૂપિયા કમાઈ લીધા છે.