ડ્રેગનની હવા નીકળી ગઈ, સૌથી મોટા કમાન્ડરનું મોત
ખાસ-ખબર સંવાદદાતા
લદ્દાખ મોરચે ભારતીય સેના સાથે બાથ ભીડવાનુ હવે ચીનને ભારે પડી રહ્યુ છે. ચીને પૂર્વ લદ્દાખમાં નિયંત્રણ રેખાને અડીને 50000 સૈનિકો તૈનાત કરી રાખ્યા છે. જોકે લદ્દાખની હાડકા ગાળી નાંખે તેવી ઠંડી અને પાતળી હવા ચીની સૈનિકો માટે જાનલેવા સાબિત થઈ રહી છે. ચીનના સૈનિકો પેટ સાથે જોડાયેલી બીમારીઓ સામે ઝઝૂમી રહ્યા છે. એટલુ જ નહીં બીમારીના કારણે ચીનની સેનાના પશ્ચિમી કમાન્ડના કમાન્ડર રહી ચુકેલા ઝાંગ જુડોંગનુ મોત થઈ ગયુ છે.
તેઓ માત્ર 6 મહિના જ લદ્દાખ મોરચે રહી શક્યા હતા. ચીનના અખબારે આપેલા અહેવાલ પ્રમાણે તેમણે તાજેતરમાં જ કમાન્ડર પદેથી રાજીનામુ આપી દીધુ હતુ. તેઓ પેટની સાથે સાથે કેન્સરની બીમારીતી પીડાઈ રહ્યા હતા. નવ મહિનામાં ત્રણ વખત ચીને પોતાના વેસ્ટર્ન કમાન્ડના કમાન્ડરને બદલવા પડ્યા ધ્યાન ખેંચનારી વાત એ છે કે, નવ મહિનામાં ત્રણ વખત ચીને પોતાના વેસ્ટર્ન કમાન્ડના કમાન્ડરને બદલવા પડ્યા છે. આ કમાન્ડનુ હેડક્વાર્ટર તિબેટમાં છે. લદ્દાખ મોરચે આ કમાન્ડના હસ્તક આવે છે.
મોતને ભેટનારા જનરલ ઝાંગ ચીની સેનાના ઉભરતા સિતારા ગણાતા હતા ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગે જુન મહિનામાં જનરલ ઝાંગની જગ્યાએ જનરલ શૂ ક્યુલિંગને તૈનાત કર્યા હતા. બે મહિના બાદ આ કમાન બીજા જનરલને આપી દેવામાં આવી હતી. મોતને ભેટનારા જનરલ ઝાંગ ચીની સેનાના ઉભરતા સિતારા ગણાતા હતા અને જિનપિંગના વિશ્વાસુ હતા. સૂત્રોનુ કહેવુ છે કે, ચીનને લદ્દાખ મોરચે તૈનાત સૈનિકો અને અધિકારીઓની ચિંતા થઈ રહી છે. ચીનના એક મિલટરી ઈન્સ્ટિટ્યુટના સંશોધક જોઉ ચેનમિંગના મતે મોરચા પર તૈનાત ઘણા અધિકારીઓ પેટ અને બીજી સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે. ઉંચાઈવાળા વિસ્તારોમાં ઓછો ઓક્સિજન અને ઓછુ તાપમાન હોય છે અને તેમાં ફરજ બજાવવી કઠીન હોય છે. હૃદય રોગની બીમારીઓ સૈનિકો માટે સમસ્યા બની રહી છે.