વર્ષ 2022માં 95 લાખ બાળકોનો જન્મ, 1.04 કરોડનાં મોત
2022માં ચીનની વસતી 141.18 કરોડ, જે 2021માં 141.26 કરોડ હતી: જન્મદર 2021માં 7.52 ટકાથી ઘટી 6.67 ટકા રહ્યો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
દુનિયામાં સૌથી વધુ વસતી ધરાવતા દેશ તરીકે પ્રખ્યાત ચીનમાં છ દાયકા કરતાં વધુ સમયમાં પહેલી વખત ઘટાડો થયો છે. ચીને જાહેર કરેલા સત્તાવાર આંકડા મુજબ ચીનની વસતી ગયા વર્ષે ઓછી થઈ છે. મેઈનલેન્ડ ચીનની વસતી વર્ષ 2022ના અંતમાં અંદાજે 141 કરોડને પાર થઈ હતી. જોકે, ચીનના નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ મુજબ વસતીમાં ગયા વર્ષની સરખાણીએ 8.50 લાખનો ઘટાડો થયો છે. નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ (એનબીએસ)એ જણાવ્યું કે, ચીનમાં વર્ષ 2022માં જન્મદર કરતાં મૃત્યુદરમાં વધારો થયો છે. ગયા વર્ષે ચીનમાં અંદાજે 95.60 લાખ બાળકોનો જન્મ થયો હતો જ્યારે 1.04 કરોડ લોકોનાં મોત થયા હતા.
આ પહેલા 1961માં ચીનની વસતીમાં ઘટાડો નોંધાયો હતો. તે સમયે દુષ્કાળના કારણે મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા હતા. જોકે, એક સમયે વસતી વિસ્ફોટનો સામનો કરી રહેલા ચીને વસતી પર નિયંત્રણ લાદવા 1980માં’એક બાળક’ની નીતિ અપનાવી હતી. આ યોજનાના કારણે ચીનની વસતીમાં ભારે ઘટાડો આવ્યો હતો. આ નીતિ સાથે ચીન વસતી ઘટડાવામાં સફળ થયું છે. વર્ષ 2022માં ચીનમાં 95 લાખ બાળકો પેદા થયા હતા અને જન્મદર 6.67 ટકા રહ્યો છે, જે 2021માં 7.52 ટકા હતો. છ દાયકામાં ચીનની વસતીમાં પહેલી વખત ઘટાડો જોવા મળ્યો છે. 2021માં ચીનમાં 1.63 કરોડ બાળકોનો જન્મ થયો હતો. તેની સરખામણીમાં 2022માં 95 લાખ બાળકોનો જન્મ થયો.


