દુનિયાભરનાં પોલીસી મેકર્સ મૂંઝવણમાં મુકાયા, ખ્યાતનામ વૈશ્ર્વિક કંપનીઓ ચીન છોડી જતી રહી
ખાસ-ખબર સંવાદદાતા
ચીનમાં બિલ્લી પગે પેસી ગયેલી આર્થિક મંદીએ દુનિયાભરમાં ચિંતાનું મોજું ફેલાવી દીધું છે. પૂર્વે એવી પણ આશા હતી કે, ચીન વૈશ્ર્વિક આર્થિક ઉત્કર્ષમાં મહત્વનો ફાળો આપશે. પરંતુ સામી બાજુએ ચીનના આર્થિક વિકાસ પર છેલ્લા બેએક વર્ષથી અવનયન દેખાઈ રહ્યું છે. તેમાંએ 2023નાં વર્ષમાં પહેલેથી જ શરૃ થયેલા અવનયને વિશ્ર્વ અર્થતંત્રને પણ અસર કરી છે. તેથી પોલીસી મેકર્સ મુંઝાઈ રહ્યા છે ચીને બાંધકામની વસ્તુઓ (કંસ્ટ્રકશન મટીરીયલ્સ) થી શરૃ કરી ઇલેકટ્રોનિકસ સુધીની આયાત મોટા પાયે ઘટાડી નાખી છે. કેટર પીલર આઈએમસી જેવી કંપનીઓ કહે છે કે ચીને ધાર્યા કરતાંએ, કંસ્ટ્રકશન મશીનરીની આયાત વધુ પ્રમાણમાં ઘટાડી છે. આની સૌથી વધુ અસર તો એશિયાનાં અર્થતંત્રો અને આફ્રિકાના દેશો ઉપર થવા પૂરો સંભવ છે, તેમ કહેતાં તે બંને વિશ્ર્લેષણકારો જણાવે છે કે, ચીનનાં અર્થતંત્રનાં અવનયને લીધે, તેઓની વ્યાપાર- વ્યવસ્થા પણ અસંતુલિત થઈ જશે. જાપાનથી તેની ચીનમાં થતી નિકાસો ઘટી ગઈ છે. છેલ્લાં બે વર્ષથી ચીનમાંથી આવતા મોટરોથી શરૃ કરી સેમીક્ધડકટર ચીપ્સ સુધીની આયાતો ઘટી ગઈ છે.
- Advertisement -
ચીનની વીક-રીકવરીની દ્રષ્ટિએ દક્ષિણ કોરિયા અને થાયલેન્ડ પણ તેમના વિકાસદરને નીચો વાળ્યો છે. ચીનની આર્થિક અવનતિનું સારું પાસું તે છે કે તેથી તેમના વૈશ્ર્વિક ભાવ ઘટયા છે. ચીનની મંદીને લીધે આંતરરાષ્ટ્રીય સ્તરે (સ્ટીમરો દ્વારા) મોકલવાની ચીજવસ્તુઓના ભાવ પણ ઘટયા છે. આથી અમેરિકા અને ઇંગ્લેન્ડ જેવા દેશોને લાભ થયો છે. વાસ્તવમાં તે દેશો તો ઊંચા ફુગાવાના દરનો માર સહન કરી રહ્યા છે તેમાં તેમને રાહત મળશે. ચીનની આ આર્થિક મુશ્ર્કેલીઓનો ભારત જેવા દેશોને લાભ થશે. ચીન છોડી રહેલી કંપનીઓ ભારતમાં સ્થિર થવા સંભવ છે. તેથી વિદેશી મૂડી રોકાણ પણ તેઓ આકર્ષી શકશે. આમ છતાં દુનિયાના બીજા દેશો માટે તો ચીનનો નેગેટિવ ગ્રોથ અસર કર્યા વીના નહીં જ રહે. આઈએમએફ જણાવે છે કે, ચીનમાં 1%નો ગ્રોથ વધે તો વૈશ્ર્વિક અર્થતંત્રમાં 0.3% વધે પરંતુ અત્યારે પરિસ્થિતિ વિપરિત છે. ચીનનું અર્થતંત્ર નબળું પડતાં, અમેરિકા અને યુરોપ ઉપર તેની અસર થવા સંભવ છે. જે ઋણાત્મકતા પછી વિશ્ર્વ સ્તરે ફેલાવાની ભીતિ છે તેમ આર્થિક નિષ્ણાતો જણાવે છે.