ઇઝરાયલ- હમાસની વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ચીનના વલણમાં ફેરફાર આવ્યો છે. જો કે ચીને અત્યાર સુધી પેલીસ્ટિનીનું સમર્થન કરી રહ્યું હતું અને તેમણે હમાસના ઇઝરાયલ પર બર્બરતાપૂર્વકના હુમલાની ખુલ્લેઆમ નિંદા કરી નહોતી. પરંતુ હવે ચીને આ વાતનો સ્વીકાર કર્યો કે ઇઝરાયલને પણ આત્મરક્ષા કરવાનો અધિકાર છે. ઉલ્લેખનીય છે કે ઇઝરાયલના વિદેશ મંત્રી એલી કોહેનએ ગઇકાલે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે ટેલીફોનિક વાતચીત કરી છે. આ વાતચીત બાદ ચીનના સરકારી મીડિયાએ વાંગ યીએ હવાલાથી એક નિવેદન જાહેર કર્યુ હતું.
ચીનના વિદેશ મંત્રીના હવાલે ચીનના સરકારી મીડિયાનું નિવેદન
ચીનના સરકારી મીડિયા અનુસાર, વાંગ યીએ પોતાને ઇઝરાયલ સમકક્ષ દર્શાવતા કહ્યું કે, દરેક દેશને પોતાની આત્મરક્ષા કરવાનો અધિકાર છે પરંતુ આ આતંરરાષ્ટ્રીય માનવીય કાયદા અને નાગરિક સુરક્ષાના નિયમોનું પણ પાલન કરવું જોઇએ. ઉલ્લેખનીય છે કે આ નિવેદન અમેરિકા અને યૂરોપીય દેશોના નિવેદન જેવું જ છે, જેમાં ઇઝરાયલની કાર્યવાહીનું સમર્થન કરવામાં આવી રહ્યું છે. જો કે ચીનના વિદેશ મંત્રીનું ઇઝરાયલને લઇને આ નિવેદન એવા સમયે આવ્યું છે, જયારે ચીનના વિદેશ મંત્રી 26-28 ઓક્ટોમ્બર સુધી ત્રણ દિવસીય પ્રવાસ પર અમેરિકા જઇ રહ્યા છે.
- Advertisement -
હમાસને લઇને કોઇ વાત ના કરી
ગયા અઠવાડિયે ચીનના રાષ્ટ્રપતિ શી જિંનપિંગે પોતાના નિવેદનમાં ઇઝરાયલ હમાસની વચ્ચે ચાલી રહેવા યુદ્ધને તરત જ રોકવાની વાત કહી હતી અને મિસ્ત્ર તેમજ બીજા અરબ દેશોની સાથે સમન્વય કરવા પેલીસ્ટિનીની મુદાને હલ કરવાની સલાહ આપી હતી. જણાવી દઇએ કે, ચીન દ્વારા અત્યાર સુધી હમાસના ઇઝરાયલ પર હુમલાની નિંદા કરી નથી, જેમાં 1400 લોકોની મૃત્યુ થઇ હતી. અમેરિકાએ વરિષ્ઠ સાંસદ ચક શૂમરએ પણ ચીનના ઇઝરાયલને લઇને વખોડયા હતા. ઇઝરાયલે પણ સાર્વજનિક રૂપે ચીનના નિવેદને નિરાશા જાહેર કરી હતી.