– દુષ્કર્મ અને નસબંદી જેવી કાળી કરતૂતનો પર્દાફાશ
યુએનના આ રિપોર્ટની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી, જે આખરે જીનીવામાં બહાર પાડવામાં આવી
- Advertisement -
ચીનનો અસલી ચહેરો વારંવાર દુનિયાની સામે આવી રહ્યો છે. હવે યુએન દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં ફરી એકવાર ચીનનું સત્ય સામે આવ્યું છે. હકીકતમાં આ રિપોર્ટમાં ચીનના શિનજિયાંગ વિસ્તારમાં ઉઇગરો અને અન્ય લઘુમતીઓ પર થતા અત્યાચારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેને માનવતા વિરુદ્ધનો જઘન્ય અપરાધ ગણાવ્યો છે. યુએનના આ રિપોર્ટની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી, જે આખરે જીનીવામાં બહાર પાડવામાં આવી છે.
આ અહેવાલ યુએનના માનવાધિકાર કમિશનર મિશેલ બેચેલેટના ચાર વર્ષના કાર્યકાળના અંત પહેલા જ જાહેર કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ જાહેર કરતી વખતે તેમણે કહ્યું કે, તેને લોકોની સામે લાવવાની જરૂર છે. તમને જણાવી દઈએ કે, ચીન તરફથી આ રિપોર્ટ પર દબાણ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
Serious human rights violations in Xinjiang by China: UN report
- Advertisement -
Read @ANI Story | https://t.co/ej9qcWNaqS#OHCHR #HumanRight #Uyghur #China pic.twitter.com/1yjkPaHki7
— ANI Digital (@ani_digital) September 1, 2022
યુએનના રિપોર્ટમાં શું છે?
યુએન દ્વારા જાહેર કરવામાં આવેલા આ રિપોર્ટમાં ઉઇગુર અને અન્ય મુસ્લિમ સમુદાયો પર થતા અત્યાચારનો ઉલ્લેખ છે. ચીન પર આરોપ છે કે તેણે શિનજિયાંગ ક્ષેત્રમાં લગભગ 10 લાખ ઉઇગર મુસ્લિમોને ઘણા વર્ષોથી બંધક બનાવી રાખ્યા છે. યુએનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીને માનવ અધિકાર અને મૂળભૂત અધિકારોનું ઉગ્ર ઉલ્લંઘન કર્યું છે. તમને જણાવી દઈએ કે મિશેલ બેચેલેટ પોતે ચીનના શિનજિયાંગ ક્ષેત્રની મુલાકાતે આવી હતી. જે બાદ આ સંપૂર્ણ રિપોર્ટ પર કામ શરૂ કરવામાં આવ્યું હતું.
આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ચીનમાં ઉઇગરો અને મુસ્લિમ સમુદાય વિરુદ્ધ જાતિય અને લિંગ આધારિત હિંસા થઈ છે. આ સમુદાયના લોકોને કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા અને તેમને વિવિધ પ્રકારના ત્રાસ આપવામાં આવ્યા હતા અને બળજબરીથી નસબંધી પણ કરવામાં આવી હતી. યુએનએ તેને આંતરરાષ્ટ્રીય અપરાધ ગણાવ્યો છે. તપાસકર્તાઓનું કહેવું છે કે, તેમને અત્યાચારના “વિશ્વસનીય પુરાવા” મળ્યા છે જે “માનવતા વિરુદ્ધના ગુના” સમાન છે.
Much awaited UN report on China says possible crimes against humanity in Xinjiang
Read @ANI Story | https://t.co/qCpcb8FCy5#UN #UNreport #Xinjiang #China pic.twitter.com/SaWzqdik3w
— ANI Digital (@ani_digital) September 1, 2022
ચીને શું કહ્યું ?
આ રિપોર્ટને લઈને ચીન તરફથી સતત વિરોધ થઈ રહ્યો છે. ચીને પહેલા આ રિપોર્ટને રોકવાની અપીલ કરી હતી, જ્યારે હવે રિપોર્ટ જાહેર થયા બાદ ચીને આરોપ લગાવ્યો છે કે, તે તેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનું ષડયંત્ર છે. જેમાં પશ્ચિમી દેશો પણ સામેલ છે. વાસ્તવમાં, ચીને આ આરોપો પર દલીલ કરી છે કે, ઉઇગરો લઘુમતીઓમાં હાજર આતંકવાદીઓને નિશાન બનાવી રહ્યા છે. આ માટે વિવિધ વ્યૂહરચના બનાવવામાં આવે છે.