ખાસ-ખબર ન્યૂઝ ચીન, તા.26
ચીનના પિપલ્સ લિબરેશન આર્મી-પીએલએ- દ્વારા દસ લાખ આત્મઘાતી ડ્રોન્સ મેળવવાની તૈયારી થઇ રહી છે. 2026 સુધીમાં એઆઇથી સજ્જ આ ડ્રોન્સની ડિલિવરી અથઇ જશે તેમ મનાય છે. આ વજનમાં હળવા અને ઘાતક ડ્રોન્સ કિંમતમાં પણ સસ્તા છે. ચીન ભાવિ જંગ લડવા માટે સુસજ્જ બની રહ્યું છે તો ભારત પણ તેને પહોંચી વળવા માટે પગલાં ભરવા સજ્જ બની રહ્યું છે. જો ચીન આ ડ્રોન પાકિસ્તાન અને બંગલાદેશને આપે તો ભારત માટે ત્રણ તરફથી જોખમ ઉભું થઇ શકે છે.
આ ડ્રોન્સ આઠ કલાક સુધી એકધાર્યા ઉડી શકે છે. તે ભારતની ડિફેન્સ ગન્સ અને કાઉન્ટર ડ્રોન સિસ્ટમને હંફાવી શકે તેમ છે. આ ડ્રોન દ્વારા ભારતના કમાન્ડ સેન્ટર્સ પર હુમલો કરવો શક્ય છે. જો વધારે સંખ્યામાં આ ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવે તો તે કોઇપણ એર ડિફેન્સ સિસ્ટમને બરબાદ કરી શકે છે. હાલ ચીન દ્વારા તેના સૈનિકોને સ્વાર્મ ડ્રોનની તાલીમ આપવામાં આવી રહી છે. રશિયા-યુક્રેનના જંગમાં જીપીએસથી સજ્જ ફર્સ્ટ પરસન વ્યુ નામના આ ડ્રોનનો ઉપયોગ કરવામાંં આવી રહ્યો છે. ચીન હવે આ પ્રકારના ડ્રોન મેળવવા માંગે છે. આ પ્રકારના ડ્રોન દ્વારા છોડવામાં આવતાં ગોળાની કિંમત સવા લાખ રૂૂપિયા જેટલી જ છે. બીજી તરફ તોપ દ્વારા આવો ગોળો છોડવામાં સાડા આઠ લાખનો ખર્ચ થાય છે. પરિણામે આ સસ્તા ડ્રોન દ્વારા કોઇપણ ટેન્ક ને ઉડાવી શકાય છે.