ભારત સાથેના વિવાદ વચ્ચે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ બુધવારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી અને 20 મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ માલદીવના મંત્રીઓની વાંધાજનક ટિપ્પણીઓને લઈને ભારત સાથેના રાજદ્વારી વિવાદ વચ્ચે હવે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુનો ચીન પ્રત્યેનો ઝુકાવ સામે આવ્યો છે. નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુની બેઇજિંગની પ્રથમ રાજ્ય મુલાકાત દરમિયાન ચીન અને માલદીવ વચ્ચે નવું જોડાણ જોવા મળ્યું હતું.
- Advertisement -
‼️🚨Breaking News
Maldives 🇲🇻 has just signed 20 agreements with China 🇨🇳 which covers mega infrastructure projects for the whole country from South to North.
Chinese media has also asked India to take a step back & reminded that 🇮🇳 will never be a super power in Asia region. pic.twitter.com/nr6doCvzWo
- Advertisement -
— Hassan Kurusee (@HKurusee) January 10, 2024
મોહમ્મદ મુઈઝુની આ મુલાકાત દરમિયાન માલદીવે ચીન સાથે તેના સંબંધો વધુ ગાઢ બનાવ્યા હતા. માલદીવના રાષ્ટ્રપતિએ ભારતને સાર્વભૌમત્વ માટે ખતરો ગણાવ્યો છે. વાત એમ છે કે ચીનની મુલાકાતે ગયેલા મુઈઝુએ બુધવારે પોતાના ચીની સમકક્ષ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. આ પછી, બંને દેશોએ પ્રવાસન સહયોગ સહિત 20 મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા અને તેમના દ્વિપક્ષીય સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી વધારવાની જાહેરાત પણ કરવામાં આવી છે.
China and Maldives upgraded their relationship during President Mohamed Muizzu's state visit to Beijing, setting the stage for further Chinese investment in the Indian Ocean archipelago
READ: https://t.co/dVmZUTUCgX pic.twitter.com/iBZlLtPhyN
— Reuters (@Reuters) January 11, 2024
આ કરારોમાં પ્રવાસન સહયોગ, આપત્તિ જોખમમાં ઘટાડો, દરિયાઈ અર્થતંત્ર, ડિજિટલ અર્થતંત્રમાં રોકાણને મજબૂત બનાવવું અને ‘બેલ્ટ એન્ડ રોડ’ પહેલનો સમાવેશ થાય છે. ચીને પણ માલદીવને ગ્રાન્ટ સહાય આપવા સંમતિ આપી છે પરંતુ રકમનો ખુલાસો કરવામાં આવ્યો નથી.
મુઈજ્જુ ચીન પહોંચતા જ તેણે ડ્રેગન દેશના ગુણગાન ગાવા માંડ્યા. તેમણે કહ્યું કે તેમને સારું લાગે છે કે તેઓ આ વર્ષે ચીનની મુલાકાત લેનારા પ્રથમ વિદેશી રાજ્યના વડા છે. સાથે જ એમ પણ કહ્યું કે આ દર્શાવે છે કે બંને પક્ષો દ્વિપક્ષીય સંબંધોને કેટલું મહત્વ આપે છે.