ચીને પહેલો પુલ ફક્ત પાંચ મહિનામાં બનાવી દીધો
ખાસ-ખબર સંવાદદાતા
પૂવી લડાખના વિવાદાસ્પદ પેંગોગ સરોવર પર ચીનની પીએલએએ બીજા પુલનું નિર્માણકાર્ય શરુ કરી દીધું છે. ઓપન-સોર્સ ઇન્ટેલિજન્સ, ડેડ્રસ્ફાની સેટેલાઇટ ઇમેજે દ્વારા આ વાતનો ખુલાસો થયો છે. જો કે ચીને આ પુલનું નિર્માણ પહેલા પુલની જેમ તેના અધિકારક્ષેત્રવાળા પુલ પર શરુ કર્યુ છે. પણ ચિંતાની વાત એ છે કે ભારતની સાથે જોડાયેલીએલએસીની અત્યંત નજીક આ પુલ તૈયાર કરવામાં આવ્યો છે. આ પુલની મદદથી ચીન તેના લશ્કરની હિલચાલ ઝડપી બનાવી શકશે.
ડેટ્રસ્ફાએ જારી કરેલી ઇમેજ મુજબ ખબર પડે છે કે આ પુલ પહેલા પુલ સાથે જોડાયેલો છે. બીજો પુલ પેંગોગ લેકની બંને બાજુ એટલે કે ઉત્તર અને દક્ષિણ બંને બાજુએ બનાવવામાં આવી રહ્યો છે. આ પુલ પહેલા પુલ સાથે બરોબર જોડાયેલો છે. તેનું બાંધકામ ચીને તાજેતરમાં પૂરુ કર્યુ હતું. જો કે ભારત તરફથી હજી સુધી બીજા પુલ અંગે પ્રતિક્રિયા સામે આવી નથી. પણ માનવામાં આવે છે કે ચીનનું લશ્કર આવવા અને જવા માટે જુદા-જુદા પુલોનું નિર્માણ કરી રહ્યું છે. આ ઉપરાંત એક પુલ પદચાલ સૈનિકો માટે હોઈ શકે અને બીજો પુલ ટેન્ક, આર્મ્ડ, પર્સનલ કેરિયર (એપીસી) અને બીજા મિલિટરી વ્હીકલ્સ માટે હોઈ શકે.