1 કલાકમાં અમદાવાદથી મુંબઈ પહોંચાડવાની ક્ષમતા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.30
- Advertisement -
ચીને રવિવારે તેની હાઇ-સ્પીડ બુલેટ ટ્રેનનું અપડેટેડ મોડલ રજૂ કર્યું. તેના નિર્માતાઓ દાવો કરે છે કે ટેસ્ટીંગ દરમિયાન તેની સ્પીડ 450 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી હતી, જે તેને વિશ્વની સૌથી હાઇ-સ્પીડ ટ્રેન બનાવે છે. ચાઇના સ્ટેટ રેલ્વે ગ્રૂપ કંપની (ચાઇના રેલ્વે) મુજબ, CR450 પ્રોટોટાઇપ તરીકે ઓળખાતું નવું મોડલ, મુસાફરીના સમયમાં વધુ ઘટાડો કરશે અને કનેક્ટિવિટી સુધારશે, જે દેશમાં મોટી સંખ્યામાં મુસાફરો માટે મુસાફરીને વધુ અનુકૂળ અને કાર્યક્ષમ બનાવશે. મુસાફરીના સમયમાં ઘટાડો થશે ચાઇના સ્ટેટ રેલ્વે ગ્રૂપ અનુસાર, ઈછ450 પ્રોટોટાઇપ તરીકે ઓળખાતું નવું મોડલ મુસાફરીના સમયને વધુ ઘટાડશે અને કનેક્ટિવિટીમાં સુધારો કરશે, જે મુસાફરો માટે મુસાફરીને વધુ અનુકૂળ બનાવશે. ચાઇના રેલ્વે અનુસાર, ઈછ450 મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો કરે તેવી અપેક્ષા છે.
જો ભારતની વાત કરીએ તો ભારતમાં હાઇ સ્પીડ ટ્રેન વંદે ભારત છે. જેની સ્પીડ 180 કિમી પ્રતિ કલાક છે, જો CR450 ભારતમાં આવી જાય તો આ ટ્રેનની મદદથી માત્ર એકથી દોઢ કલાકમાં અમદાવાદથી મુંબઈ પહોંચી શકાય છે. અમદાવાદથી મુંબઈનું અંતર આશરે 530 કિમી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર CR450 પ્રોટોટાઇપની ટેસ્ટ સ્પીડ 450 કિલોમીટર પ્રતિ કલાક નોંધવામાં આવી હતી. તે હાલમાં 350 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી સેવામાં રહેલી ઈછ400 ફક્સિંગ હાઇ-સ્પીડ રેલ (એચએસઆર) કરતાં ઘણી ઝડપી છે.
ચીનમાં વિશ્ર્વનું સૌથી મોટું હાઇ-સ્પીડ રેલ નેટવર્ક
CR450નું મોડેલ હાઇ-સ્પીડ રેલ ટેક્નોલોજીમાં વૈશ્ર્વિક નેતા તરીકે ચીનની સ્થિતિને મજબૂત બનાવે છે. ચીન પાસે હાલમાં વિશ્ર્વનું સૌથી મોટું હાઇ-સ્પીડ રેલ નેટવર્ક છે, જેમાં 47,000 કિલોમીટરના ઑપરેશનલ ટ્રેક મુખ્ય શહેરોને જોડે છે.