ચીનએ ફરીથી ભારત સાથે દગાબાજી કરવાની શરૂઆત કરતા એલએસીની પાસે એક વધુ સૈનિક ચોકીનું નિર્માણ કર્યુ છે. જુલાઇ 2022માં 16માં મીટીંગ પર કમાન્ડર લેવલની વાર્તામાં દાવો કર્યો હતો કે તેમની સેના પાછળ હટી જશે. ચીનના ભારતની સાથેના છેલ્લા લાંબા સમયના બોર્ડર વિવાદ ચાલી રહ્યા છે.
અમેરિકાના સાંસદ રાજા કૃષ્ણમૂર્તિએ દુનિયાની સામે ચીનના ખતરનાક ઇરાદાનો ખુલાસો કર્યો છે, તેમણે કહ્યું કે, ભારતની લગોલગ એલઓસી બોર્ડરની પાસે ચીન દ્વારા સૈનિક ચોકીનું નિમાણ કરવામાં આવ્યું એ પોતાના પાડોશીઓ પ્રત્યેની ચીનની આક્રમકતાનું ચિંતાજનક કારણ છે. ચીન સતત એલઓસી પર અલગ-અલગ રીતે નિર્માણ કરે છે, જેના સમાચાર અને ફોટો વારંવાર સામે આવે છે. એલઓસી પર એક તરફ ચીનના પોતાના સૈનિકોની પાછળ હટવાની વાત કરી રહ્યું છે, પરંતુ બીજી તરફ તેમની સેના ત્યાં હેડક્વાર્ટર અને સૈનિક ચોકીનું નિર્માણ કરી રહ્યું છે.
- Advertisement -
ભારત અને ચીનની વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે
ઉલ્લેખનીય છએ કે, ચીન સતત એવીને એવી કોઇ અવરચંડાઇ કરે છે કે, જેના સંબંધિત મુદા પર તણાવ વધી રહ્યો છે. ચીનના ભારતની સાથેના છેલ્લા લાંબા સમયના સીમા વિવાદ ચાલી રહ્યા છે, કેટલીય વાર પરિસ્થિતિ વધુ બગડી જાય છે. આ બધાની વચ્ચે અમેરિકાના સાંસદ આ સંબંધમાં આવેલા એક સમાચાર પછી આને લઇને નિવેદન આપ્યું છે.
અમે ભારતની સાથે છિએ: અમેરિકા
અમેરિકાના સાંસદએ ક્હ્યું કે, ભારત અને ચીનની વચ્ચે એલઓસીની પાસે પીપુલ્સ લિબરેશન આર્મીની એક નવી ચોકી સંબંધી સમાચાર બીજિંગના વધતા ક્ષેત્રની આક્રમકતા એક તરફ ચિંતાજનક સંકેત છે, જે અમેરિકાનું ભારત અને બીજા સુરક્ષા ભાગીદારોની સાથે સંયુક્ત પ્રયત્નોને મજબૂત કરવાની આવશ્યકતા દેખાઇ રહી છે. આ ગેરકાનુની પગલાની વચ્ચે અમેરિકા પોતાના સહયોગીઓની સાથે ઇન્ટેલીજન્સ અને સૈનિક સહયોગના ક્ષેત્રમાં ભાગીદાર રહ્યું છે. આનાથી એ સ્પષ્ટ સંદેશો મળએ છે કે, અમેરિકા ભારત, તાઇવાન અને ચીનનો સામનો કરી રહેલા બીજા દેશોની સાથે છે.
સેનાને પાછી લેવાનો દાવો ચીનએ કર્યો હતો
ઉલ્લેખનીય છે કે, ભારતની ચીનની સાથે 3488 કિમી લાંબી બોર્ડર છે. ભારત અને ચીનની વચ્ચે મે 2020માં પૂર્વ લદાખમાં ટકરાવ ચાલુ થયો છે. જૂન 2020માં ગલવાન ઘાટીમાં ભારતીય સેના અને પીપુલ્સ લિબ્રેશન આર્મીની વચ્ચે થયેલા ઘર્ષણમાં ભારતના 20 સૈનિકો માર્યા ગયા હતા. ત્યાર પછી બંન્ને દેશોની વચ્ચે એક મીટીંગ થઇ હતી, તેમાં આ દાવો કર્યો હતો.