પુરી દુનિયાને કોરોનાની ભેટ આપ્નાર ચીનમાં કોરોનાનો કહેર યથાવત છે. ચીનમાં હેનાન પ્રાંતની રાજધાનીમાં કોરોનાના કેસો ખતરનાક સ્તરે વધી જતા લોકડાઉન લાદવું પડયું છે. જેના કારણે લગભગ સાનયા શહેરમાં લગભગ 80000 પર્યટકો ફસાઈ ગયા છે. બીજી બાજુ પ્રાંતની રાજધાનીમાં સ્કુલમાં રજા દરમિયાન કોરોના સંક્રમણ વધતા સોમવારે લોકોને 13 કલાક સુધી ઘરમાં ગોંધી રાખવામાં આવ્યા છે.
હેકાઉ શહેરમાં સવારે સાત થી રાત્રે 8 વાગ્યા સુધી અસ્થાયી લોકડાઉન અને સાન્યા શહેરમાં શનિવારથી જ બેમુદતી લોકડાઉન લાગુ થયું છે. તટીય શહેર સાનયામાં ચીની નાગરિક અને પર્યટક પોતપોતાની હોટેલોમાં એક રીતે તો કેદ જ થઈ ગયા છે. સોમવારે હેનાનના અન્ય ચાર શહેરોમાં લોકડાઉન લાગુ થયું છે. સ્વાસ્થ્ય આયોગે જણાવ્યું હતું કે રવિવારે રાજયમાં 470 થી વધુ નવા કેસ બહાર આવ્યા છે.
- Advertisement -
સાનયામાં લગભગ 80 હજાર પર્યટક ફસાયા છે. તેમણે અહીંથી નીકળવા માટે 7 દિવસ સુધી પાંચ પીસીઆર તપાસમાં સંક્રમીત ન થયાનો રિપોર્ટ બતાવવો પડશે. હોંગકોંગમાં વિદેશી યાત્રીઓ માટે આઈસોલેશનનો ગાળો ઘટાડાયો: ચીનનું અર્ધ સ્વાયત શહેર હોંગકોંગે સોમવારે જાહેરાત કરી હતી કે તે વિદેશથી આવનારા લોકો માટે ફરજીયાત રીતે હોટેલમાં આઈસોલેટ થવાનો સમયગાળો સપ્તાહથી ઘટાડીને ત્રણ દિવસ કરી નાખશે.