માતા – પિતા પ્રત્યે બેજવાબદાર સંતાનો માટે દાખલારૂપ ચુકાદો
મા – બાપને તેમની જ સંપત્તિથી વંચિત કરનાર કપૂતને સુપ્રીમકોર્ટે પ્રોપર્ટી ખાલી કરવાનો આદેશ આપ્યો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.26
- Advertisement -
સિનિયર સીટીઝન પેરેન્ટસના ભરણ-પોષણની જવાબદારી જો બાળકો નથી નિભાવતા તો એ સંતાનોને માતા-પિતાની સંપત્તિથી બહાર કરી શકાય છે. સુપ્રીમકોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું છે કે વરિષ્ઠ નાગરિકોના ભરણ-પોષણ તેમજ કલ્યાણ અધિનિયમ 2007 અંતર્ગત રચાયેલ ટ્રિબ્યુનલને સંપત્તિથી બહાર કરવાનો અધિકાર છે. સુપ્રીમકોર્ટના જસ્ટીસ વિક્રમનાથની આગેવાની વાળી બેન્ચે 12 સપ્ટેમ્બરે આપેલ આદેશમાં 80 વર્ષીય સીનીયર સીટીઝન અને તેમની 78 વર્ષની પત્નીની અપીલ સ્વીકારીને બોમ્બે હાઈકોર્ટના એ આદેશને ફગાવી દીધો હતો, જેમાં તેમના મોટા પુત્રની સામે પસાર બેદખલી (સંપત્તિથી બહાર કરવું) આદેશને અમાન્ય ઠેરવવામાં આવ્યો હતો.
સીનીયર સીટીઝનની ફેવરમાં ટ્રિબ્યુનલે આદેશ આપ્યો હતો. તેમની સારસંભાળની જવાબદારી નહીં નિભાવવાના તેમના પુત્રને સંપત્તિથી બેદખલ કરવાનો આદેશ આપ્યો હતો પણ હાઈકોર્ટે તે બેદખલીના આદેશને અમાન્ય કર્યો તો મામલો સુપ્રીમકોર્ટમાં પહોંચ્યો. સુપ્રીમકોર્ટે હાઈકોર્ટના આદેશને ફગાવી દીધો છે.
સુપ્રીમ કોર્ટે જાણ્યું કે, મોટો પુત્ર (પ્રતિવાદી નંબર 3) જે મુંબઈમાં આર્થિક રીતે સક્ષમ છે અને વેપાર કરે છે, તેણે મુંબઈમાં પોતાના માતા-પિતાની બે સંપત્તિ પર કબજો કરી લીધો હતો અને જયારે માતા-પિતા ઉત્તરપ્રદેશ ગયા તો તેમને તેમની જ સંપત્તિઓમાં રહેવાની મંજુરી આપવાનો ઈન્કાર કરી દેવાયો. અદાલતે કહ્યું કે, દીકરાએ પોતાના માતા-પિતાને સંપત્તિથી વંચિત કરીને કાયદેસરની જવાબદારીનો ભંગ કર્યો છે. કેસમાં અદાલતે પુત્રને 30 નવેમ્બર 2025 સુધીમાં પ્રોપર્ટી ખાલી કરવાનું સોગંદનામુ આપવા માટે બે સપ્તાહનો સમય આપ્યો છે.
સુપ્રીમકોર્ટે કહ્યું કે, આ કાયદો વરિષ્ઠ નાગરિકોની દુર્દશાને દુર કરવા, તેમની સારસંભાળ અને સુરક્ષા નિશ્ચિત કરવાના ઉદેશથી બનાવાયો છે.
- Advertisement -
ફલેટનો કબજો આપવામાં મોડું કરનાર બિલ્ડરે એટલું જ વ્યાજ ચૂકવવું પડશે, જેટલું તે વસુલે છે : સુપ્રીમ
12 – 12 વર્ષ સુધી પ્લોટનો કબજો ન આપનાર હરિયાણાના બિલ્ડરને ખરીદનારને 18 ટકા વ્યાજ સાથે ભરેલ રકમ પરત કરવા સુપ્રીમકોર્ટનો આદેશ
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, મકાન, દુકાન કે ભૂખંડનો કબજો આપવામાં મોડુ કરનાર બિલ્ડરે એ દરથી નુકસાનીનું વ્યાજ આપવું પડશે, જે દરે તે પેમેન્ટ કરવામાં મોડું કરનાર ખરીદનારાઓ પાસેથી દંડ વસુલે છે. કેસમાં કોર્ટે પ્લોટનો કબ્જો આપવામાં મોડુ કરવા બદલ વ્યાજ દર 9 ટકાને બદલે વધારીને 18 ટકા કરી દીધો છે.જસ્ટીસ દીપાંકર દત્તા અને ઓગસ્ટીન જયોર્જ મસીહની બેન્ચે નિર્ણય સંભળાવતા કહ્યું હતું કે, જે બિલ્ડર પેમેન્ટમાં વિલંબ કરવા પર ખરીદનારાઓ પાસેથી 18 ટકા વ્યાજ વસુલે છે. તે ગ્રાહકને સમયસર કબજો નહીં આપવાથી બચી નથી શકતો.બેન્ચે રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ આયોગ (એનસીડીઆરસી)ના એ નિર્ણય પર અસહમતી બતાવી, જેમાં ભૂખંડનો કબજો દેવામાં મોડું કરવા પર માત્ર 9 ટકાના હિસાબે વ્યાજ આપવાનો આદેશ કરવામાં આવ્યો હતો.બેન્ચે 9 ટકા વ્યાજ દરને અપુરતો બતાવ્યો હતો. સુપ્રીમકોર્ટે મેસર્સ બિઝનેસ પાર્ક ટાઉન પ્લાનર્સ લિમિટેડને નિર્દેશ આપ્યો છે કે તે ખરીદનાર પાસેથી વસુલ કરાયેલી મૂળ રકમ 18 ટકા વ્યાજ સાથે પરત કરે.
પ્લોટ પર 12 વર્ષ સુધી કબજો નહોતો મળ્યો: આ મામલામાં વર્ષ 2006માં રજનીશ શર્માએ બિલ્ડરની હરિયાણામાં આવેલ પાર્ક લેન્ડ યોજનામાં રૂા.36.03 લાખમાં એક પ્લોટ બુક કરાવ્યો હતો.તેમણે 2011 સુધીમાં રૂા.28 લાખનું પેમેન્ટ કરી દીધું હતું. પરંતુ, પ્લોટનો કબજો નહોતો આપ્યો, તેના બદલે બિલ્ડરે તેને એક વૈકલ્પિક પ્લોટ આપવાની ઓફર કરી હતી, જેના માટે વધારાની રકમ પણ લેવામાં આવી.જયારે મે 2018 સુધી કબજો ન આપ્યો તો તેણે વ્યાજ સહિત મૂળ રકમ પરત આપવા ગ્રાહક પંચમાં ફરિયાદ કરી પરંતુ એનસીડીઆરસીએ 9 ટકા વ્યાજ સાથે રકમ પરત કરવાનું કહ્યું.