ખાસ-ખબર સંવાદદાતા
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય હેઠળ બાળકો માટે વિવિધ વિભાગો કાર્યરત હોય છે. જેમાં જિલ્લા કક્ષાએ બાળ કલ્યાણ સમિતિ, કિશોર ન્યાય બોર્ડ, સ્પેશ્યલ જુવેનાઇલ પોલીસ યુનિટ તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમ હોય છે. આ દરેક વિભાગોનું મુખ્ય કાર્ય કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા તેમજ કાયદાના સંઘર્ષ કે સંપર્કમાં આવેલા બાળકો તેમજ બાળકોના વિવિધ અધિકારો, સંરક્ષણ તેમજ બાળકોની વિવિધ જરૂરિયાતો, આવશ્યકતાઓ તેમજ તેમની વિવિધ સમસ્યાઓ વગેરેના સમાધાન માટે આ વિભાગો દ્રારા કાર્ય કરવામાં આવે છે. આ દરેક વિભાગોનો મુખ્ય ઉદ્દેશ્ય દરેક બાળકોની જે તે આવશ્યકતા અને સમસ્યાઓનું સમાધાન કરી તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં પ્રસ્થાપિત કરવાનું છે જે અનુસંધાનમાં દીવ જિલ્લા સમાહર્તા શ્રીમતી ભાનુ પ્રભાના દિશાનિર્દેશ અને માર્ગદર્શન તેમજ દીવ પોલીસ અધિક્ષક ફૂલઝેલે પીયુષ નિરાકરની દેખરેખ હેઠળ ફુદમ ખાતે આવેલ જિલ્લા પોલીસ મુખ્યાલયમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા બાળ સુરક્ષા એકમ દીવ દ્રારા બાળકો સંબંધિત બેઠકનું આયોજન
